admitted/ સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી, હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ

દક્ષિણ ભારતીય દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત લથડી હોય તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાંત તેમની ફિલ્મનાં શૂટિંગ માટે હૈદરાબાદમાં હતાં

Top Stories India
superstar

દક્ષિણ ભારતીય દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત લથડી હોય તેમને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાંત તેમની ફિલ્મનાં શૂટિંગ માટે હૈદરાબાદમાં હતાં ત્યારે તેમી ફિલ્મનાં આઠ ક્રુ મેમ્બર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેઓ છેલ્લાં 10 દિવસથી હૈદરાબાદમાં હતાં. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ તેઓના બ્લડપ્રેશરમાં વારંવાર બદલાવ આવ્યો છે.

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

અભિનેતાના સારવાર કરી રહેલા હૈદરાબાદની હોસ્પિટલના તબીબોને તેમની સારવારમાં માલૂમ પડ્યું કે તેમને બ્લડ પ્રેશરમાં ઉતાર ચઢાવ ઉપરાંત ગભરામણની તકલીફ છે આ સીવાય તેમને અન્ય કોઇ જ તકલીફ નથી. હૈદરાબાદની એપોલો હોસ્પિટલ દ્વારા આ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

રજનીકાંત હાલમાં જ 12 ડિસેમ્બરનાં રોજ 70 વર્ષનાં થયા છે. તેઓ હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘અનાથે’નાં શૂટિંગ માટે હૈદરાબાદમાં 14 ડિસેમ્બરથી હતાં. પણ ફિલ્મનાં આઠ ક્રૂ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. અને તમામ ટીમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રજનીકાંતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સમયસર તેઓએ સારવાર લઈ અને તેમણે પોતાને ક્વૉરન્ટિન કરી લીધા હતાં તેમજ હાલ તેઓ હૈદરાબાદ ખાતેની હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતાં.

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…