Not Set/ સેનામાં 39 મહિલા ઓફિસરોને મળશે સ્થાયી કમીશન, સુપ્રીમ કોર્ટમાં મોટી જીત

સુપ્રીમકોર્ટમાં 39 મહિલા ઓફિસરોને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે, તેઓ મહિલા ઓફિસરોને સ્થાયી કમીશન આપવાનો ઓર્ડર જાહેર કરે.

Top Stories India
File Photo - Indian Army woman officers

સુપ્રીમકોર્ટમાં 39 મહિલા ઓફિસરોને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે, તેઓ મહિલા ઓફિસરોને સ્થાયી કમીશન આપવાનો ઓર્ડર જાહેર કરે. સાથે જ અદાલતે 25 મહિલા ઓફિસરોને સ્થાયી કમીશન ન આપવા અંગેના નિર્ણયના કારણો વિસ્તૃતરૂપે આપવાનું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં સેનાના મહિલા અધિકારીઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર ડીવાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી ASG સંજય જૈન અને વરિષ્ઠ વકીલ આર. બાલાસુબ્રમણ્યમે બેંચને જણાવ્યું હતું કે, 72માંથી એક મહિલા ઓફિસરે સર્વિસથી રીલીઝ કરવા માટે અરજી કરી છે. સરકારે બાકીના 71 મહિલા કર્મચારીઓ પર પુન: વિચાર કરીને 39 મહિલા ઓફિસરને સ્થાયી કમીશન આપવાનો નિર્ણય કર્યો છે. કારણકે 32માંથી સાત મેડીકલી ફીટ નથી જયારે બાકીના 25 સાથે અનુશાશન ભંગ કરવાનો ગંભીર આરોપ છે અને ગ્રેડિંગ પણ ખરાબ છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 8 ઓક્ટોબરના રોજ સેનાને કહ્યું હતું કે,પોતાના લેવલ પર આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે. એવું ન કરે કે આ અંગે અમારે કોઈ આદેશ આપવો પડે.

જો મહિલા અધિકારીઓનું માનવામાં આવે તો, સુપ્રીમ કોર્ટે 25 માર્ચ, 2021 ના રોજ નિર્ણય કર્યો હતો કે, જે મહિલાઓને સ્પેશિયલ ઈલેક્શન બોર્ડમાં 60થી વધારે અંક મળ્યા છે અને જેમની સામે ડીસીપ્લીન અને વિજીલન્સના કોઈ કેસ નથી તેમને સ્થાયી કમીશન આપવામાં આવે. જોકે આ મહિલાઓને સ્થાયી કમીશન આપવામાં આવી રહ્યું નથી. એટલું જ નહિ પરંતુ તેમને રીલીઝ કરવાનું પણ કામ સેનાએ શરુ કરી દીધું છે, જોકે આ અંગે કોર્ટે રોક લગાવી છે. 10 ઓગસ્ટના રોજ મહિલાઓએ રક્ષા મંત્રાલય અને સેનાને કાનૂની નોટીસ મોકલી હતી તો જવાબ મળ્યો ન હતો ત્યારબાદ પછી સુપ્રીમ કોર્ટના દરવાજા મહિલાઓએ ખખડાવ્યા હતા.

નોંધનીય છે કે, સેનામાં અત્યારે 1500થી વધારે મહિલા ઓફિસરો છે, જયારે પુરુષોની સંખ્યા 48000 છે, જે મહિલાઓ કરતા ત્રણ ઘણી વધારે છે. હવે આ મહિલાઓને આશા છે કે, સુપ્રીમ કોર્ટ તેમને સ્થાયી કમીશન અપાવી શકે છે.