Not Set/ POCSO એક્ટના કેસોને ફાસ્ટ ટ્રેક હેઠળ ચલાવવામાં આવે, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્યણ

સુપ્રીમ કોર્ટે બાળકો સાથે થઈ રહેલા દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટ તરફથી એક મહત્વનો નિર્ણય લેવાયો છે. બાળકોની સુરક્ષા અને તેમને ન્યાય આપવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં POCSO સંબંધિત કેસોમાં થઈ રહેલા વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. મંગળવારના રોજ દેશભરની બધી હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે આવા બધા કેસોની […]

Top Stories
dc Cover raak3fuaqt602v652m1tre0pb0 20180418023955.Medi POCSO એક્ટના કેસોને ફાસ્ટ ટ્રેક હેઠળ ચલાવવામાં આવે, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્યણ

સુપ્રીમ કોર્ટે બાળકો સાથે થઈ રહેલા દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટ તરફથી એક મહત્વનો નિર્ણય લેવાયો છે. બાળકોની સુરક્ષા અને તેમને ન્યાય આપવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં POCSO સંબંધિત કેસોમાં થઈ રહેલા વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે.

મંગળવારના રોજ દેશભરની બધી હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે આવા બધા કેસોની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટની મદદથી નિકાલ લાવવામાં આવે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલ્કર અને જસ્ટિસ ડિવાઈ ચન્દ્રચૂડની ખંડપીઠે આ જનહિતની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે બાળકો સાથ યૌનઉત્પીડનના મામલા પર નજર રાખવા માટે ત્રણ જજોની કમિટિ પણ બનાવી શકે છે, જે નીચલી અદાલતમાં ચાલતા ફાસ્ટટ્રેક કોર્ટના કેસોનું નિરક્ષણ કરશે.

આ ઉપરાંત કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોના DGP પણ એક ટીમ બનાવશે, જે POCSO એક્ટ સંબધિત મામલે તપાસ કરશે અને તે નક્કી કરશે કે સાક્ષી યોગ્ય સમયે કોર્ટમાં હાજર થઈ શકે. નવા કાયદાની હેઠળ આ મામલે બે મહિનાની અંદર જ તપાસ પૂર્ણ થશે અને અન્ય બે મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવામાં આવશે.

ટ્રાયલ કોર્ટના ચુકાદાની સામે છ મહિનાની અંદર અપીલ કરી શકાશે. તમને જણાવી દઈકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ હવે 12 વર્ષથી નાની બાળકીઓના રેપ કેસમાં હવે મોતની સજા ફટકારવામાં આવશે. આ ઉપરાંત 16 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે થતા રેપના કેસમાં ફટકારવામાં આવતી 10 વર્ષથી સજાને વધારીને 20 વર્ષ કરવામાં આવી છે તેમના આરોપીને આજીવન કેદ પણ થઇ શકે છે.

પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોને છેડછાડ, બળાત્કાર અને જાતીય સતામણી જેવા મામલાઓમાં સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ કાયદા હેઠળ સગીર વયના બાળકો સાથે થતી દુષ્કર્મની ઘટનાઓમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

.