Not Set/ અયોધ્યા ચુકાદો/ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય મંદિર ત્યા જ બનશે, મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન મળશે

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સંભાવવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે. દેશના સૌથી મોટા અને સૌથી જુના અયોધ્યા વિવાદનો આજે અંત આવ્યો છે. સુપ્રિમ કોર્ટે આજે સતત 40 દિવસની સુનાવણી બાદ જજોની બંધારણીય પીઠે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરતો ફેંસલો સંભાળાવ્યો છે અને મુસ્લિમ પક્ષકારોને અન્ય […]

Top Stories India
SC154 અયોધ્યા ચુકાદો/ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય મંદિર ત્યા જ બનશે, મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ 5 એકર જમીન મળશે

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય :

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સંભાવવાનુ શરૂ કરી દેવામાં આવ્યુ છે. દેશના સૌથી મોટા અને સૌથી જુના અયોધ્યા વિવાદનો આજે અંત આવ્યો છે. સુપ્રિમ કોર્ટે આજે સતત 40 દિવસની સુનાવણી બાદ જજોની બંધારણીય પીઠે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરતો ફેંસલો સંભાળાવ્યો છે અને મુસ્લિમ પક્ષકારોને અન્ય સ્થળે ૫ એકર જમીન ફાળવવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના વડપણમાં પાંચ સભ્યોની બંધારણીય પીઠે તેવું તારણ આપ્યું છે કે વિવાદીત જમીન રામલલ્લાની છે. એક ટ્રસ્ટ બનાવી ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કેન્દ્ર સરકાર કરે તેવું જણાવતા પીઠે તેવું જણાવ્યું હતું કે વિવાદીત જમીનની વહેંચણી થઇ ન શકે અને કેન્દ્ર સરકાર નિયમો બનાવી ત્યાં મંદિરનું નિર્માણ કરે. અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન મળશે તેવું કોર્ટે જણાવ્યું  છે.

સુપ્રિમ કોર્ટે આજે પોતાના ફેંસલામાં વધુમાં જણાવ્યું હતું કે સુન્ની વકફ બોર્ડ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે. અલાહાબાદ હાઇકોર્ટનો ફેંસલો તર્કસંગત નહોતો. કોર્ટે એવું પણ જણાવ્યું છે કે બાબરી મસ્જિદ નીચે મંદિર હોવાના પુરાવાઓ મળ્યા છે. કોર્ટે તેવું જણાવ્યું હતું કે હિન્દુઓની એ આસ્થા અને તેઓનો એ વિશ્વાસ  કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો તે નિર્વિવાદ છે. ફેંસલો માત્ર એએસઆઇના નતાજા પર આધાર ન રાખી શકે. જમીનની માલિકી હક્કનો ફેંસલો કાનૂનના હિસાબથી થવો જોઇએ.

કોર્ટે કહ્યું હતું કે એએસઆઇ સંદેહથી પર છે અને તેના અભ્યાસને નજર અંદાજ કરી ન શકાય. સુપ્રિમ કોર્ટે આજે ફેંસલો સંભળાવતા નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો હતો કે જેમણે અરજી દાખલ કરી હતી. એટલું જ નહીં કોર્ટે શિયા વકફ બોર્ડનો દાવો પણ ફગાવી  દીધો હતો. ફેંસલો સંભળાવતા ચીફ જસ્ટીસે કહ્યુ હતું કે બાબરી મસ્જિદને મીર તકીએ બનાવી હતી. ખોદકામ દરમિયાન જે કંઇ વસ્તુ મળી હતી તે ઇસ્લામીક  માળખુ નહોતું તેવું કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે ઉમેર્યુ હતું કે એએસઆઇના રિપોર્ટમાં મંદિરની વાત જણાવી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે પુરાતત્ત્વ, ધર્મ અને ઇતિહાસ જરૂરી છે. પરંતુ તેની ઉપર કાનૂન છે. કોર્ટે કહ્યું હતું કે ૧૯૪૯માં અડધી રાત્રે ભગવાન રામની પ્રતિમા રાખવામાં આવી હતી.

https://www.youtube.com/watch?v=aVKd2cFvyOs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.