Supreme Court/ સુપ્રીમ કોર્ટનો અસાધારણ નિર્ણય, સગીર આરોપીને ના આપ્યા જામીન, 14વર્ષની કલાસમેટનો બનાવ્યો હતો અશ્લીલ વીડિયો

સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા ઉદાહણરૂપ હોય છે. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અસાધારણ ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે સગીર આરોપીના જામીન નામજૂંર કરતા પરંપરાથી હટીને આપ્યો ચુકાદો.

Top Stories India
Beginners guide to 2024 05 22T111445.553 સુપ્રીમ કોર્ટનો અસાધારણ નિર્ણય, સગીર આરોપીને ના આપ્યા જામીન, 14વર્ષની કલાસમેટનો બનાવ્યો હતો અશ્લીલ વીડિયો

સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા ઉદાહણરૂપ હોય છે. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અસાધારણ ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે સગીર આરોપીના જામીન નામજૂંર કરતા પરંપરાથી હટીને આપ્યો ચુકાદો. સામાન્ય રીતે ગુનાની ગંભીરતા ગમે તેટલી હોય, કાયદાની પકડમાં આવતા સગીર બાળકોને જામીન આપવામાં આવે છે. પરંતુ દેશની સૌથી મોટી કોર્ટે આ પરંપરાથી હટીને અસાધારણ નિર્ણય આપતા એક સગીર આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કિશોર પર તેના 14 વર્ષના સહાધ્યાયીનો અશ્લીલ વીડિયો બનાવવાનો અને તેને ફેલાવવાનો આરોપ છે.

સગીર આરોપીની અરજી ફગાવી

અહેવાલ મુજબ 14 વર્ષની યુવતીનો અશ્લીલ વીડિયો ફેલાતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (JJB) એ કિશોર આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી. આ નિર્ણયને ઉત્તરાખંડ હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો. આ પછી આરોપી પોતાની માતાની મદદથી જામીન મેળવવા સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. દલીલ કરી હતી કે માતા-પિતા આરોપીની સંભાળ લેવા તૈયાર છે. કિશોરને સુધાર ગૃહમાં ન રાખવો જોઈએ અને તેની કસ્ટડી માતાને આપવી જોઈએ. જો કે, જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની ખંડપીઠે કહ્યું કે કિશોરને જામીન આપવાનો ઈન્કાર કરવામાં હાઈકોર્ટ યોગ્ય છે. આ પછી સુપ્રીમ કોર્ટે કિશોરની અરજી ફગાવી દીધી હતી.

2022માં 14 વર્ષની છોકરી થઈ હતી ગુમ

14 વર્ષની છોકરી ઓક્ટોબર 2022માં તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે છોકરાએ તેની પુત્રીનો અશ્લીલ વીડિયો બનાવીને વિદ્યાર્થીઓમાં ફરતો કર્યો હતો. પિતાએ કહ્યું કે દીકરીએ બદનામીના ડરથી આત્મહત્યા કરી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે તેના 1 એપ્રિલના નિર્ણયમાં કિશોરીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ રવિન્દ્ર મૈથાનીએ કહ્યું હતું કે, ‘ કાયદા સાથે સંઘર્ષમાં રહેલા બાળક માટે (CIL), દરેક ગુનો જામીનપાત્ર છે અને આવી CIL જામીન મેળવવા માટે હકદાર છે, પછી ભલેને ગુનો જામીનપાત્ર હોય કે બિનજામીનપાત્ર હોય. ,

જો કે, તેમણે ઉમેર્યું હતું કે, ‘જો તેની મુક્તિ ‘કાયદાના સંઘર્ષમાં રહેલા બાળક’ને જાણીતા ગુનેગાર સાથે સાંકળવા અથવા તેને નૈતિક, શારીરિક અથવા માનસિક તકલીફમાં લાવવાનું કારણ બની શકે છે તેવું માનવાના વાજબી કારણો હોય તો જામીન નકારી શકાય છે.

હાઈકોર્ટનો ચુકાદો

હાઈકોર્ટે કહ્યું કે આરોપી એક અનુશાસનહીન બાળક છે જેની કંપની ખરાબ છે અને તેને શિસ્તબદ્ધ કરવાની જરૂર છે. સામાજિક તપાસના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મુક્ત થયા બાદ આ બાળક વધુ અપ્રિય ઘટનાઓમાં સામેલ થઈ શકે છે. તમામ રિપોર્ટની નોંધ લીધા બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે જામીન ન આપવી સગીરના હિતમાં રહેશે.

સુપ્રીમ કોર્ટમાં કરાઈ અપીલ

હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ લોક પાલ સિંહે કહ્યું કે આરોપીના માતા-પિતા તેની સંભાળ લેવા તૈયાર છે. બાળકને સુધાર ગૃહમાં ન રાખવો જોઈએ. સિંહે અપીલ કરી હતી કે બાળકની કસ્ટડી માતાને આપવામાં આવે. જામીન નામંજૂર કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ રેકર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધા પછી, અમે આ સમયે હાઇકોર્ટના આદેશમાં દખલ કરવા માંગતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં કરશે જાહેરસભા, માયાવતી સુલતાનપુરમાં કરશે પ્રચાર

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાયસન્સ માટે નહી ખાવા પડે RTOના ધક્કા, સરકારે બદલ્યા નિયમો, 1જૂનથી થશે લાગુ

આ પણ વાંચો: સિંગાપોર બાદ ભારતમાં જોવા મળ્યો કોવિડ-19નો નવો વેરિયન્ટ, 290થી વધુ લોકો પ્રભાવિત