Not Set/ સુરત: ટ્રક ચાલકે બાઇક સવારને લીધો અડફેટે, સવાર પર ટ્રકનું ટાયર ફરી વળ્યું

ટ્રક ચાલકે બાઇક સવારને લીધો અડફેટે હજીરા રોડ પર સર્જાયો અકસ્માત બાઈક સવાર પર આખું ટ્રકનું ટાયર ફરી વળ્યું બાઇકસવારને ગંભીરપણે ઇજા  હજીરા રોડ પર વધતા અકસ્માતથી સ્થાનિકોમાં રોષ આમતો રાડ સલામતીનાં નામે ગુજરાતમાં મીંડુ છે તેવુ કહેવું બિલકુલ અસ્થાને નથી. સરકાર દ્રારા પણ આ મામલે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ કોઇ પણ […]

Gujarat Surat
pjimage 21 સુરત: ટ્રક ચાલકે બાઇક સવારને લીધો અડફેટે, સવાર પર ટ્રકનું ટાયર ફરી વળ્યું
  • ટ્રક ચાલકે બાઇક સવારને લીધો અડફેટે
  • હજીરા રોડ પર સર્જાયો અકસ્માત
  • બાઈક સવાર પર આખું ટ્રકનું ટાયર ફરી વળ્યું
  • બાઇકસવારને ગંભીરપણે ઇજા 
  • હજીરા રોડ પર વધતા અકસ્માતથી સ્થાનિકોમાં રોષ

આમતો રાડ સલામતીનાં નામે ગુજરાતમાં મીંડુ છે તેવુ કહેવું બિલકુલ અસ્થાને નથી. સરકાર દ્રારા પણ આ મામલે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ કોઇ પણ કારણ હોય રોડ અકસ્માતોની સંખ્યા તમામ પગલા પછી પણ તસુ માત્ર પણ ઘટી રહી નથી. ત્યારે આજે ફરી સુરતનાં હજીરા રોડ પર વિચીત્ર અને કમકમાટી ભર્યો રોડ અકસ્માત નોંધવામાં આવ્યો હતો. અકસ્માતમાં ટ્રકનુ ટાયર બાઇક સવાર પર ફરી વળતા કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને ત્યા હાજર લોકોમાં આ મામલે ભારે રોષ જોવામાં આવી રહ્ય હતો.

વાત જાણે એમ છે કે, સુરતના હજીરા રોડ પર ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર પર આખું ટ્રકનું ટાયર ફરી વળ્યું કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાતા, સ્થાનિકો દ્રવી ઉઠ્યા હતા. અકસ્માતમાં બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળેટાળા ઉમટી પડ્યા હતા. હજીરા રોડ પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટના વધી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા અકસ્માત નિવારણ માટે પોલીસ અને સત્તાવપળાઓને ઘટતું કરવા અને તમામ શક્ય પગલા વહેલી તકે લેવાની અપીવ કરવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન