Not Set/ સુરત 16 માળના ડાયમંડ બુર્ઝને એરપોર્ટ ઓથોરીટીએ મંજુરી આપી,બીજા હાઇરાઇઝ મકાનો પણ તુટતા અટકશે

સુરત સુરત શહેરનાં ખજોદ ખાતેનાં ડ્રીમ સિટીમાં આકાર લેનાર સુરત ડાયમંડ બુર્સની ઊંચાઇ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો તેના પર પડદો પડયો છે.આ હાઇરાઇઝ બુર્ઝની હાઇટને લઇને એરપોર્ટ ઓથોરીટીની પરમીશન વિવાદમાં પડી હતી.જો કે હવે ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત ડાયમંડ બુર્સમાં આકાર લેનાર 16 માળનાં નવ હાઈરાઈઝ બિલ્ડિંગની 82 મીટર ઊંચાઈને મંજૂરીની મ્હોર મારી […]

Surat Trending
Final render cam 07 2 સુરત 16 માળના ડાયમંડ બુર્ઝને એરપોર્ટ ઓથોરીટીએ મંજુરી આપી,બીજા હાઇરાઇઝ મકાનો પણ તુટતા અટકશે

સુરત

સુરત શહેરનાં ખજોદ ખાતેનાં ડ્રીમ સિટીમાં આકાર લેનાર સુરત ડાયમંડ બુર્સની
ઊંચાઇ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો તેના પર પડદો પડયો છે.આ હાઇરાઇઝ
બુર્ઝની હાઇટને લઇને એરપોર્ટ ઓથોરીટીની પરમીશન વિવાદમાં પડી હતી.જો કે
હવે ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત ડાયમંડ બુર્સમાં આકાર લેનાર 16
માળનાં નવ હાઈરાઈઝ બિલ્ડિંગની 82 મીટર ઊંચાઈને મંજૂરીની મ્હોર મારી છે.

અગાઉ હીરા બુર્સને 53.84 મીટરની મંજૂરી આપવામાં આવી હતી. અભ્યાસ કર્યા
બાદ હીરા બુર્સમાં બનાનારા નવ હાઈરાઈઝની ઊંચાઈ વધારીને 82 મીટરને મંજૂર
કરવામાં આવી છે. રાજ્ય સરકારે ઊંચાઈને મંજૂર કર્યા બાદ નાગરિક
ઉડ્ડયનપ્રધાનને આ મુદે દબાણ કરવામાં આવ્યું છે. ઍરપોર્ટ ઓથોરિટીએ ઊંચાઈ
મંજૂર કરતો એક પરીપત્ર હીરા બુર્સ કમિટીને લખ્યો છે.

સુરત ડાયમંડ બુર્સ કમિટીનાં ડાયરેક્ટર મથૂર સવાણી કહ્યું હતું કે કેન્દ્ર
સરકાર સમક્ષ અમે ઊંચાઈ વધારવા માટે મંજૂરી માગી હતી. આ માટે સર્વે કરાયા
બાદ ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત ડાયમંડ બુર્સમાં આકાર લેનાર 16
માળનાં નવ બિલ્ડિંગને 82 મીટર ઊંચાઈને મંજૂરી આપી છે.

એક બાજુ સરકારે હવ સુરત ડાયમંડ બુર્સમાં બનનારી હાઈરાઈઝ બિલ્ડિંગની
ઊંચાઈને મંજૂરીની મ્હોર મારતાં સુરત ઍરપોર્ટનાં નવા રન-વે તથા મોટા
વિમાનોને આડે નડતરરૂપ 18 જેટલાં હાઈરાઈઝ પ્રોજેક્ટોનાં બાંધકામો નહિ
તૂટે. શહેરનાં વેસુ વિસ્તારનાં વીઆઈપી રોડ પરનાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં
હેપી હોમ ગ્રુપનાં લકઝરીયસ હાઈરાઈઝ, ગોકુલ પ્લેટિનમ, નંદીની-3 ગ્રીન
ફોર્ચ્યુન, સેવન હેવન સહિતનાં મોટા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે