Not Set/ સુરતને લાગ્યું મંદીનું ગ્રહણ, વાહનોના વેચાણમાં 665 કરોડનો ઘટાડો

મનપાને વ્હિકલ ટેક્સની આવકમાં ઘટાડો ગત વર્ષે વ્હિકલ ટેક્સ પેટે 79.31 કરોડની આવક જ્યારે આ વર્ષે 64.34 કરોડની આવક થઈ વ્હિકલ ટેક્સ પેટે 14.97 કરોડની આવક ઘટી આ વર્ષે 13287 મોપેડ, 16193 બાઇકના વેચાણમાં ઘટાડો ગત વર્ષની સરખામણીએ 5960 કારનું વેચાણ ઘટ્યું સુરત શહેરને મંદીનું ગ્રહણ લાગ્યું છે. સુરતમાં ઓટો સેક્ટરમાં મંદીની મોટી અસર જોવા […]

Gujarat Surat
surat 4 સુરતને લાગ્યું મંદીનું ગ્રહણ, વાહનોના વેચાણમાં 665 કરોડનો ઘટાડો
  • મનપાને વ્હિકલ ટેક્સની આવકમાં ઘટાડો
  • ગત વર્ષે વ્હિકલ ટેક્સ પેટે 79.31 કરોડની આવક
  • જ્યારે આ વર્ષે 64.34 કરોડની આવક થઈ
  • વ્હિકલ ટેક્સ પેટે 14.97 કરોડની આવક ઘટી
  • આ વર્ષે 13287 મોપેડ, 16193 બાઇકના વેચાણમાં ઘટાડો
  • ગત વર્ષની સરખામણીએ 5960 કારનું વેચાણ ઘટ્યું

સુરત શહેરને મંદીનું ગ્રહણ લાગ્યું છે. સુરતમાં ઓટો સેક્ટરમાં મંદીની મોટી અસર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 13287 મોપેડ, 16193 બાઇકના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ 5960 કારનું વેચાણ ઘટ્યું છે.

વાહનનું વેચાણ ઘટતા મનપાની વ્હિકલ ટેક્સની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે ૬૬૫ કરોડની કિંમતના વાહનો ઓછા વેચાયા હતા.સુરત મનપાને વ્હિકલ ટેક્સમાં 14.97 કરોડની ઓછી આવક થી છે.

સુરતમાં ગત વર્ષ કરતાં  ઓટો સેક્ટરમાં મંદીનો માહોલનો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ 36215 વાહનો ઓછા ખરીદાયા છે.  જેના કારણે વ્હીકલ ટેક્સની આવકમાં પણ ઘટાડો થયો છે.

સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં વાહનોની ખરીદી થાય તેના પર  ટુવ્હીલની શો રૃમ કિંત ઉપર 2 ટકા અને થ્રી અને ફોર વ્હીલ વાહનોની કિંમત ઉપર 2.50 ટકા વ્હીકલ ટેક્સની વસુલાત કરે છે. મહાનગરપાલિકાના વ્હીકલ ટેક્સના આંકડાના આધારે ઓટો સેક્ટરમાં મંદી આવી હોવાનું સ્પષ્ટ કહેવાય રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.