Not Set/ હાર્ટસર્જરીમાં વપરાતા સ્ટેન્ટનું મોટું ઉત્પાદક છે સુરત, દેશ અને વિદેશમાં પણ છે બોલબાલા

હૃદયના બ્લોકેજની સર્જરીમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં વધી  રહી છે, 5 વર્ષમાં 5 કંપનીઓની સ્થાપના થઈ ગઈ છે.

Gujarat Surat
Drug Eluting Stent હાર્ટસર્જરીમાં વપરાતા સ્ટેન્ટનું મોટું ઉત્પાદક છે સુરત, દેશ અને વિદેશમાં પણ છે બોલબાલા

દેશમાં આમતો ટેક્સટાઇલ અને હીરા ક્ષેત્રે સુરતનું નામ છે જ, પરંતુ વધુ એક ક્ષેત્રમાં પણ સુરતે  ડંકો વગાડ્યો છે. મેડિકલ ક્ષેત્રમાં ખુબ જ જરૂરી સારવારમાં વપરાતી વસ્તુનું સુરત મોટું ઉત્પાદક  છે અને ન માત્ર દેશમાં પરંતુ વિદેશોમાં પણ તેની બોલબાલા છે.

હૃદયના બ્લોકેજની સર્જરીમાં ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેન્ટ બનાવતી કંપનીઓ સુરતમાં વધી  રહી છે, 5 વર્ષમાં 5 કંપનીઓની સ્થાપના થઈ ગઈ છે. ગુજરાતમાં સૌથી વધારે સ્ટેન્ટ બનાવતી  કંપનીઓ સુરતમાં છે. અમદાવાદમાં પણ માત્ર 2 જ કંપનીઓ છે. સુરતની સૌથી મોટી કંપની  મહિનામાં 40 હજારથી વધારે સ્ટેન્ટ બનાવે છે જેમાંથી 70 ટકા સ્ટેન્ટ એક્સપોર્ટ કરે છે. સુરતમાં  દર વર્ષે 10 લાખ જેટલા સ્ટેન્ટ બને છે જેમાંથી અમેરિકા, યુરોપ સહિત 60 જેટલાં દેશમાં 5 લાખ  જેટલા સ્ટેન્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે.

અગાઉના સ્ટેન્ટમાં ઘણી ખામીઓ જોવા મળતી હતી જેમાં પોલીમર ઓગળી જતું હતું. જોકે વર્ષ  2003 પછી આ ખામીને પણ દૂર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સુરતની કંપનીએ વિશ્વમાં  સૌ-પ્રથમ બાયોડિગ્રેડેબલ સ્ટેન્ટ બનાવ્યુ હતું. તેમાં દવાની સાથે પોલીમર પણ ઓગળી જતું હતું.  આજે દુનિયામાં આ ટેક્નોલોજીને એડોપ્ટ કરી છે.

વિદેશી ક્લાયન્ટ માટે ઓફશોર ઓફિસો શરૂ કરી

સુરતની કંપનીઓ માત્ર આટલે જ અટકતી નથી. તેમની સિદ્ધિ ત્યારે પણ સિદ્ધ છે કે તેઓ  દુનિયાના સૌથી પાતળા સ્ટેન્ટ બનાવે છે. અત્યારે ઓરિજીનલી 100 માઈક્રોન જેટલી આવતી હતી.  તે ઘટીને ઈન્ટરનેશનલ 81 માઈક્રોનના સ્ટેન્ટ બનાવ્યા ત્યારે સુરતની કંપનીએ 60 માઈક્રોનના  સ્ટેન્ટ વિશ્વમાં પહેલી વખત બનાવ્યા. જેની થિકનેસ એકદમ પાતળી છે. હાલ આખી દુનિયામાં આ  સ્ટેન્ટનો ઉપયોગ કરાય છે. સુરતની એક કંપનીઓ તો દર મહિને 40 હજારથી વધારે સ્ટેન્ટ  બનાવે છે. જેમાંથી 70 ટકા વિશ્વના વિવિધ દેશોને એક્સપોર્ટ કરે છે.