Surat/ સુરત કાપોદ્રા પોલીસની રીક્ષા ચાલકો સામે લાલ આંખ

સુરતની કાપોદ્રા પોલીસે રીક્ષા ચાલકો સામે લાલ આંખ કરી છે…રીક્ષા માલિકો ભાડેથી રીક્ષા આપી પેસા કમાતા હોય છે ત્યારે ઘણીવાર ભાડેથી રીક્ષા ચલાવનાર ચાલકોની કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર રીક્ષા માલિકો ભાડેથી રીક્ષા આપી દેતા હોય છે

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 18T134934.416 સુરત કાપોદ્રા પોલીસની રીક્ષા ચાલકો સામે લાલ આંખ

Surat News: સુરતની કાપોદ્રા પોલીસે રીક્ષા ચાલકો સામે લાલ આંખ કરી છે…રીક્ષા માલિકો ભાડેથી રીક્ષા આપી પેસા કમાતા હોય છે ત્યારે ઘણીવાર ભાડેથી રીક્ષા ચલાવનાર ચાલકોની કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર રીક્ષા માલિકો ભાડેથી રીક્ષા આપી દેતા હોય છે ત્યારે કાપોદ્રા પોલીસ મથકમાં ૧૦ જેટલા રીક્ષા માલિકો અને ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે…

સુરત શહેરની કુલ વસ્તી ૭૦ લાખને પાર છે…ત્યારે મહાનગર પાલિકા દ્વારા માસ ટ્રાન્સપોટેશન માટે સીટી અને બીઆરટીએસ બસ શરુ કરાઈ છે…પણ સુરત શહેરમાં રીક્ષામાં મુસાફરી કરવાવાળાની સંખ્યા પણ ખૂબ મોટાપાયે છે…ત્યારે શહેરમાં રીક્ષામાં મુસાફરી કરતા પેસેન્જરોને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ અઘટિત ઘટનાઓ ના બને તે માટે પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક પોલીસ મથક વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે…આપણે જાણીએ છીએ કે , ઘણીવાર રીક્ષામાં સવારી કરતા મુસાફરોની કીમતી વસ્તુઓ ચોરાઈ જતી હોય છે , સાથે ક્યારેક મુસાફરને ગંભીર ઈજા પહોંચાડી લુંટ કરાતી હોય છે તો ક્યારેક એકલી મુસાફરી કરતી મહિલાઓ અને યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ બને છે..આ ઘટનાઓ રોકવા માટે પોલીસ કમિશ્નર દ્વારા રીક્ષા માલિકો અને ભાડેથી રીક્ષા ચલાવતા ચાલકોની ખરાઈ કરવા સુચના આપવામાં આવી છે.

ત્યારે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી…જેમાં રીક્ષા/ટેક્ષી કેબના માલિકો પોતાની રીક્ષાઓ/ટેક્ષી કેબ ચલાવવા માટે જ્યારે ભાડેથી આપે છે ત્યારે ભાડે રાખનાર ઈસમની વ્યક્તિગત કાયમી ઓળખાણ કે તે ડ્રાઈવીંગ લાયસન્સ અને બેઝ ધરાવે છે કે કેમ? આ સાથે ચાલકના ચારિત્ર્યની ખરાઈ કર્યા વિના અને ક્યા દિવસે કોને રીક્ષા/ટેક્ષી કેબ ભાડે આપેલ ? તેનું રેકર્ડ જાળવ્યા વિના પોતાની રીક્ષાઓ/ટેક્ષી કેબ અજાણ્યા ડ્રાઈવરોને ભરોસા પર આપી દેતા હોય છે…ઘણીવાર ચાલકો ગુનાહિત ઈતિહાસ પણ ધરાવતા હોય છે અને ગુનાહિત પ્રવુતિ સાથે સંકળાયેલા હોય છે…ત્યારે આ તમામ બાબતોને લઇ કાપોદ્રા પોલીસે ૧૦ જેટલા રીક્ષા સ્ટેન્ડો ઉપર તપાસ કરી હતી. આ દરમ્યાન કુલ ૧૦ જેટલા રીક્ષા માલિકો અને ચાલકોને પકડી પાડી જાહેરનામ ભંગનો ગુનો નોંધાયો હતો જેમાં ૫ જેટલા રીક્ષા માલિકો ઉપર ૧૮૮ મુજબ ગુનો અને એમ.વી.એક્ટ ૨૦૭ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ