Not Set/ સુરત/ જાણો કઈ હોસ્પીટલની મહિલા કર્મચારીએ મુકાદમ પર છેડતીના આરોપ લગાવ્યા…?

સુરતની એક હોસ્પિટલ ખાતે મહિલાની છેડતીનો કિસ્સો બહાર આવ્યો છે. સામાન્ય રીતે મોટાભાગની હોસ્પિટલોમાં સફાઈ કામદાર તરીકે મહિલા કર્મચારીની સંખ્યા પણ વધારે હોય છે અને મોટાભાગે કોન્ટ્રાકટ પર જ આ કામ કરતી હોય છે. સુરતની મસ્કતી હોસ્પિટલમાં મહિલા સફાઈ કામદારોએ મુકાદમ પર છેડતીના આરોપ લગાવ્યા છે અને જણાવ્યું છે કે, ઘણી મહિલાઓ તેની છેડતી કરને […]

Gujarat Surat
સુરત 1 સુરત/ જાણો કઈ હોસ્પીટલની મહિલા કર્મચારીએ મુકાદમ પર છેડતીના આરોપ લગાવ્યા...?

સુરતની એક હોસ્પિટલ ખાતે મહિલાની છેડતીનો કિસ્સો બહાર આવ્યો છે. સામાન્ય રીતે મોટાભાગની હોસ્પિટલોમાં સફાઈ કામદાર તરીકે મહિલા કર્મચારીની સંખ્યા પણ વધારે હોય છે અને મોટાભાગે કોન્ટ્રાકટ પર જ આ કામ કરતી હોય છે.

સુરતની મસ્કતી હોસ્પિટલમાં મહિલા સફાઈ કામદારોએ મુકાદમ પર છેડતીના આરોપ લગાવ્યા છે અને જણાવ્યું છે કે, ઘણી મહિલાઓ તેની છેડતી કરને નોકરી મુકે ઘર ભેગી પણ થઇ છે. મહિલાઓ દ્વારા મુકાદમ અશોક વાળંદ વારંવાર છેડતી કરતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

હોસ્પીટલમાં છેડતીની ઘટનાથી ચકચાર

સુરત ખાતે મસ્કતી હોસ્પિટલ એ સુરત કોર્પોરેશન સંચાલિત આવી છે. હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર તરીકે કામ કરતી મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલના મુકાદમ અશોક વાળંદ તેમનું શોષણ કર્યુ છે. મહિલાઓનો દાવો છે કે કામના બહાને અશોક વાળંદ તેમનું શારીરિક શોષણ કરે છે. અશોક વાળંદના ત્રાસથી ઘણી મહિલાઓએ નોકરી છોડી દીધી હોવાની વાત પણ સામે આવી છે. બીજી તરફ અશોક વાળંદ ફરિયાદી મહિલાઓના આરોપોને ફગાવ્યા. હોસ્પિટલ માં છેડતીની ઘટનાને લઈને હાલમાં તો શહેર ખાતે ચકચાર મચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.