ગુજરાત/ વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને સુરત મનપાએ ફટકાર્યો દંડ

સુરતના પાલ આરટીઓ પાસે જાહેરમાં વરઘોડાની અંદર ફટાકડા ફોડતા રોડ પર કાગળનો કચરો ફેલાયો હતો

Top Stories Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2024 02 20T153829.667 વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને સુરત મનપાએ ફટકાર્યો દંડ

Surat News: સુરતના પાલ આરટીઓ પાસે જાહેરમાં વરઘોડાની અંદર ફટાકડા ફોડતા રોડ પર કાગળનો કચરો ફેલાયો હતો.જેને લઇને સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 7,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉ પણ સુરતના વરાછા અને લીંબાયત વિસ્તારમાં આ પ્રકારે પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યા છે.

સુરત શહેરને સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રથમ ક્રમ જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી સુરત શહેરને સ્વચ્છ રાખી શકાય.સુરતમાં અનેક વખત સામાન્ય રીતે રોડ પર લગ્ન પ્રસંગે વરઘોડા નીકળતા હોય છે.આ વરઘોડામાં ફટાકડા પણ ફોડવામાં આવતા હોય છે.તેથી વિવિધ પ્રકારના કાગળના કચરા પણ ફેલાતા આવતા હોય છે. જેની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

આજે સુરતના પાલ આરટીઓ વિસ્તારમાં એક વરઘોડો નીકળ્યો હતો અને તેમાં જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડા ફોડવામાં આવતા રસ્તા પર કાગળનો કચરો ફેલાયો હતો .જે વાત પાલિતાના કર્મચારીઓને ધ્યાને આવી હતી. પાલિકાના આરોગ્ય વિભાગ ના અધિકારીઓ એ ઘટના સ્થળ પર પહોંચી અને દંડાત્મક કાર્યવાહી કરી હતી. જેમને ત્યાં લગ્ન પ્રસંગ હતો  તેમને 7,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

અગાઉ પણ સુરતના વરાછા અને લિંબાયત વિસ્તારમાં લગ્નમાં ફટાકડા ફોડયા બાદ રોડ પર કચરો ફેલાવનારાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. સુરતને સ્વચ્છ બનાવવા માટે પાલિકા કર્મચારીઓ દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે

આ પણ વાંચો:નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ, પીવાના પાણીની 80 ટકા જરૂરિયાત સંતોષે છે – મંત્રી ઋષિકેશ પટેલ