Not Set/ સુરત દુષ્કર્મ/ નરાધમ હતો ભાગવાની તૈયારીમાં, પોલીસે દબોચી લીધો

સુરત ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સુરતનાં સચિન GIDC વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મના મામલે પોલીસે 5 દિવસ પછી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે. સચિન GIDC વિસ્તારમાં આવેલ લુમ્સના કારખાનામાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો દરમિયાન પોલીસે તેને દબોચી લીધો હતો. […]

Gujarat Surat
srt rape.JPG2 સુરત દુષ્કર્મ/ નરાધમ હતો ભાગવાની તૈયારીમાં, પોલીસે દબોચી લીધો

સુરત ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સુરતનાં સચિન GIDC વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મના મામલે પોલીસે 5 દિવસ પછી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે. સચિન GIDC વિસ્તારમાં આવેલ લુમ્સના કારખાનામાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો દરમિયાન પોલીસે તેને દબોચી લીધો હતો. નોંધનીય છેકે, નરાધમ આરોપીને પકડવા માટે પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો અને 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

આપને જણાવી દઇએ કે, સચીનમાં બાળકી સાથે દુષ્કર્મના મામલે નરાધમને શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા SITની રચના કરવામાં આવી છે. સીસીટીવીના આધારે પોલીસે સ્કેચ બનાવડાવી તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.  25 જેટલી ટીમો બનાવી અલગ અલગ દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત દુષ્કર્મ/ આવો દેખાય છે આ નરાધમ…ઓળખી લો, સ્કેચ કરાયો જાહેર

જો ઘટના ક્રમ પર નજર કરીએ તે, થોડા દિવસો પૂર્વે, સુરતની ભાગોળે સચીન GIDCમાં બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. સુરતમાં સચિન GIDC વિસ્તારમાં ફરી એકવાર 4 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ જેવી શરમજનક ધટના સામે આવી હતી. પિતા સાથે રાત્રિના સમયે ઘર નજીક રામલીલા જોવા ગયેલી બાળકીનું અજાણ્યા વાસના પીડિતોએ અપહરણ કરી લીધા બાદ દુષ્કર્મ ગુજાર્યું હતું.

પિતા જ્યારે આરતિ લોવા માટે સ્ટેજ તરફ આગળ ગયા ત્યારે હવસ ભૂખ્યા વરુઓએ બાળકીને પિતાને શોધી લાવીએ કહી, ફોસલાવી અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ નજીકના ઝાડી-જાખરામાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં આ અજાણ્યા શખ્સો  સવારના સાડા ચાર વાગ્યા આસપાસ બાળકીને ઘર નજીક મુકીને ફરાર થઈ ગયાં હતા.

આ પણ વાંચો : સુરત દુષ્કર્મ/ પોલીસ દ્વારા SITની રચના, નરાધમોની બાતમી આપનારને ઇનામ અપાશે

બાળકી આવી રીતે અચાનક મળી આવતા અને બાળકીની હાલત જોતા, બાળકીના પરીવારજનોએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાની હતી. બાળકીના શરીરના ભાગે ઈજાના નીશાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં લવાઇ જવાઇ હતી. બાદમાં પોલીસ બાળકીને સારવાર અને તબીબી પરીક્ષણ કરવાની તજવીજ હાથધરી હતી. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ હતી. આપને જણાવી દઇએ કે દુષ્કર્મ આચરનાર શંકાસ્પદ આરોપી સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું.

બાદમાં સુરત પોલીસ દ્વારા હવસખોરને ઝેર કરવા માટે SITની રચના કરવામાં આવી હતી. SITનું સુપરવિઝન ખુદ પોલીસ કમિશનર દ્વારા કરાશે. તો સાથે સાથે સુરત પોલીસનાં DCPની આગેવાનીમાં 100 પોલીસકર્મીની ટીમ બનાવી વિવિધ એંગલથી તપાસ પણ શરુ કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અધમ કૃત્ય આચરનાર નરાધમ આરોપીની માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા સમગ્ર ઘટના મામલે મળી આવેલા CCTV ફૂટેજનાં  આધારે પોલીસ આગળ વધી રહી હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.