Not Set/ સુરત મનપા બીજો ડોઝ લેનારને આપી રહી છે એક ખાસ Gift

જે લોકો કોરોનાથી ડરતા હોય તેમને વેક્સિનેશન કરાવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આ કડીમાં, રાજ્યનાં સુરત શહેરે એક અનોખી પહેલ શરૂ કરી છે.

Top Stories Gujarat Surat
સુરતમાં વેક્સિન લો અને તેલ મેળવો

લોકોને કોરોનાની વેક્સિન વિશે જાગૃત કરવા વેક્સિનેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે લોકો કોરોનાથી ડરતા હોય તેમને વેક્સિનેશન કરાવવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આ કડીમાં, રાજ્યનાં સુરત શહેરે એક અનોખી પહેલ શરૂ કરી છે. જ્યા લોકો વેક્સિન લેવા માટે સામેથી આવે તે માટે એક ભેટ આપવાની શરૂઆત થઇ છે.

સુરતમાં વેક્સિન લો અને તેલ મેળવો
સુરતમાં વેક્સિન લો અને તેલ મેળવો

આ પણ વાંચો – કોરોના / કર્ણાટકની મેડિકલ કોલેજમાં અત્યાર સુધી 182 MBBS વિધાર્થીઓ કોરોના સંક્રમિત

કોરોના મહામારીને રોકવા માટે વેક્સિનેશન સૌથી મોટા હથિયાર તરીકે ઉભરી આવ્યું છે. કોઈપણ દેશ તેના નાગરિકોને જેટલી જલ્દી રસી આપશે તેટલી જલ્દી તે મહામારીથી મુક્ત થશે. આવી સ્થિતિમાં, હવે વેક્સિન મેળવવા માટે આકર્ષક ઓફર કરવામાં આવી રહી છે. તમે થોડા દિવસો પહેલા સાંભળ્યુ હશે કે, અમેરિકાનાં વોશિગ્ટનમાં એક અનોખી અને આકર્ષક ઓફર લોકોને આપવામા આવી હતી, જેમા મેયર મુરિલ બોસરે કહ્યુ હતુ કે, વેક્સિન લગાવો અને બીયર લઇ જાઓ. હવે આવી જે એક અનોખી પહેલ સુરતમાં પણ શરૂ કરવામા આવી છે. અહી કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનારને એક લિટર તેલ આપવામાં આવી રહ્યુ છે. અહી કોરોનાની બીજી વેક્સિન લેવાની બાકી રહેતી સંખ્યા અંદાજે 6 લાખ છે. જો કે સારી વાત એ છે કે 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, બીજો ડોઝ આપવા સમયે મેયર અને અન્ય પદાધિકારીઓ વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્ય હતા, જ્યા બીજો ડોઝ લેનાર નાગરિકોને તેલનું પાઉચ આપવામાં આવ્યુ.

સુરતમાં વેક્સિન લો અને તેલ મેળવો
સુરતમાં વેક્સિન લો અને તેલ મેળવો

આ પણ વાંચો – દિલ્હી પોલીસ કમિશનર / રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી પર SCએ નોટિસ જારી કરી…

આપને જણાવી દઇએ કે, સુરત મનપા 100 ટકા વેક્સિન તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે. ત્યારે આજે શુક્રવારનાં રોજ મોટી સંખ્યામાં સુરતીઓ વેક્સિનેશન કરાવવા પહોંચ્યા હતા. જેમ જેમ લોકોને ખબર પડી રહી છે કે વેક્સિનનો બીજો ડોઝ લઇશુ ત્યારે એક લિટર તેલ મફત આપવામાં આવશે, ત્યારે તેઓ ઝડપથી વેક્સિનેશન સેન્ટર તરફ દૌડી આવી રહ્યા છે. આ પહેલા વેક્સિનનો બીજો ડોઝ લેનારની સંખ્યા ઘટી રહી હતી, એનો અર્થ એ થઇ રહ્યો હતો કે લોકો વેક્સિન લેવામાં આળસ કરી રહ્યા હતા. ત્યારે સુરત મહાનગરપાલિકાએ આ અનોખી પહેલ શરૂ કરી લોકોને મોટી સંખ્યામાં વેક્સિન લેવા પ્રેર્યા છે. સુરત શહેરમાં 80 ટકા લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. 30 લાખ લોકોમાંથી 24 લાખ લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે અને હજુ 6 લાખ જેટલા લોકો હજી પણ બીજો ડોઝ લેવામાં આવ્યા નથી. જો કે જે લોકો નથી આવ્યા તેમના માટે મનપા દ્વારા ડોર-ટૂ-ડોર અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ, અને તમામ લોકોનાં ઘરે જઇને વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ કરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…