Not Set/ સુરતની નવોઢાએ પતિથી પરેશાન થઇ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું

સુરતનાં લિંબાયત વિસ્તારમાં રહેતી નાઝીયાબાનુએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા પરીવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. પરિણીતા નાઝીયાબાનુનાં પરીવાજનોએ પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવતા પોલીસે નાઝીયાબાનુના પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી નાઝીયાબાનુ નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે નાઝીયાબાનુના […]

Top Stories Surat
fhdkjhlfjgkhdfljkdhfgj સુરતની નવોઢાએ પતિથી પરેશાન થઇ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું

સુરતનાં લિંબાયત વિસ્તારમાં રહેતી નાઝીયાબાનુએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા પરીવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. પરિણીતા નાઝીયાબાનુનાં પરીવાજનોએ પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવતા પોલીસે નાઝીયાબાનુના પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી નાઝીયાબાનુ નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે નાઝીયાબાનુના પરીવારજનોને જાણ કરવામાં આવતા તેઓની પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.

મૃતક નાઝીયાબાનુના પિતા ઈસ્માઈલખાન મહેતાબ ખાને મંતવ્ય ન્યુઝ સમક્ષ શોક વ્યકત કરતાં જણાવ્યું હતુ કે,

dsfnshgfffshf સુરતની નવોઢાએ પતિથી પરેશાન થઇ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું
Ismail Mehtabakhan (woman’s father)

મારી દિકરીનાં રઈશ પટેલ સાથે એક મહિના અગાઉ જ લગ્ન થયા હતા. જે દિવસે લગ્ન થયા એ જ દિવસથી તેના પતિ રઈસ દિકરી સાથે મારપીટ કરતો હતો અને દહેજની માંગણી પણ કરતો હતો.”

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે મારી દિકરીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેના પતિ દ્વારા જ તેની હત્યા કરવામાં આવી છે. જેના આધારે મૃતક દિકરીનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેમા મૃતકના ગળાના ભાગ પરથી માર માર્યાના નિશાન પણ મળી આવ્યા છે. હાલ તો લિંબાયત પોલીસે પરિણીતાના પતિ રઈશ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.