Accident/ સુરત : સ્પેક્ટ્રમ કંપનીની કારને નડયો અક્સ્માત, એકનું મોત

સુરત જિલ્લાના પલસાણા ગામે ને.હા-48 ના સર્વિસ રોડ ઉપર સ્પેક્ટ્રમ કંપનીની સામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં બેસેલ ત્રણ પેસેન્જરો પૈકી બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનનું મોત નીપજયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે અલીફનગરમાં રહેતા અબ્દુલ સતાર અબ્દુલ ગની […]

Gujarat Surat
PICTURE 4 97 સુરત : સ્પેક્ટ્રમ કંપનીની કારને નડયો અક્સ્માત, એકનું મોત

સુરત જિલ્લાના પલસાણા ગામે ને.હા-48 ના સર્વિસ રોડ ઉપર સ્પેક્ટ્રમ કંપનીની સામે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં બેસેલ ત્રણ પેસેન્જરો પૈકી બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનનું મોત નીપજયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે અલીફનગરમાં રહેતા અબ્દુલ સતાર અબ્દુલ ગની શેખ (ઉ.વ.42) નાઓ કે જે ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ તા-27 ફેબ્રુઆરીના રોજ ઓટો રિક્ષા નંબર જીજે-21-વી-8972 લઈ પલસાણાથી ચલથાણ ફેરા મારતા હતા. ત્યારે સાંજના સમયે પલસાણા ચાર રસ્તાથી ત્રણ પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચલથાણ જવા નીકળ્યા હતા. તે સમયે પલસાણા ખાતે ને.હા.48ના સર્વિસ રોડ ઉપર સ્પેક્ટ્રમ કંપની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે હંકારી આવેલ બલેનો કાર નંબર જીજે-05-આરબી-2633ના ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં બેસેલ ત્રણ પેસેન્જરો પૈકી બે વ્યક્તિને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે રિક્ષા ચાલક અબ્દુલ શેખે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.