Not Set/ સુરતમાં બજેટને લઇને બીઝનેસ કરતા લોકોએ આપી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું લોકોએ

સુરત, મોદી સરકારના કાર્યકાળનું આજે છેલ્લું બજેટ રજૂ કરાયુ. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. અરૂણ જેટલીની ગેરહાજરીમાં હંગામી નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યુ. કેટલા અંશે મતદારોને રાહત અને લાભ મળે તે માટે તમામ વર્ગના મતદારોને ધ્યાનમાં રાખી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. મોદી […]

Top Stories Gujarat Surat Videos
mantavya 15 સુરતમાં બજેટને લઇને બીઝનેસ કરતા લોકોએ આપી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું લોકોએ

સુરત,

મોદી સરકારના કાર્યકાળનું આજે છેલ્લું બજેટ રજૂ કરાયુ. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું.

અરૂણ જેટલીની ગેરહાજરીમાં હંગામી નાણાં મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યુ. કેટલા અંશે મતદારોને રાહત અને લાભ મળે તે માટે તમામ વર્ગના મતદારોને ધ્યાનમાં રાખી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

મોદી કરકારે રજૂ કરેલા બજેટ પર નજર કરીએ તો સરકારે કમરતોડ મોંઘવારીની જ કમર તોડી નાખી. બેકિંગ સિસ્ટમમાં ઝડપી સુધારા થયા. લેણદારો પાસેથી 3 લાખ કરોડ પાછા મેળવવામાં આવ્યાં. RERAથી રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી. જીએસટી દ્વારા ક્રાંતિકારી સુધારા કર્યાં. આ બજેટમાં મધ્યમવર્ગ માટે લાભદાયી છે તેમ પિયુષ ગોયલે જણાવ્યું હતું. તો આવો જોઇએ આ બજેટમાં પિયુષ ગોયલે વધુ શું કહ્યું.

પગારદાર વર્ગ માટે સ્ટાડર્ડ ટેક્સ ડિડક્શનને 40,000 રૂપિયાથી 50,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બેંક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટના 10,000થી વધુ વ્યાજ પર ટીડીએસ લાગતો હતો, તે રકમને વધારીને 40,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત બે ઘર હોવાછતાં કોઇ ટેક્સ નહી લાગે, દરેક ટેક્સપેયરને 13 હજારનો ફાયદો થશે, તેનાથી દેશના 3 કરોડ લોકોને ફાયદો થશે. ત્યારે સુરતમાં બજેટને લઇને બીઝનેસ કરતા લોકોએ પ્રતિક્રિયા આપી હતી.