ગુજરાત/ ઉમદા પગલુંઃ સુરત પોલીસનો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કાર્યક્રમ

સુરત શહેર પોલીસ તથા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Surat
Untitled 74 2 ઉમદા પગલુંઃ સુરત પોલીસનો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કાર્યક્રમ

@અમિત રૂપાપરા 

સુરત શહેર પોલીસ તેમજ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજરી આપી હતી. આ ઉપરાંત તેમને બ્લડ ડોનેશન કર્યું હતું. તો સુરત પોલીસ કમિશનર તેમજ અન્ય પોલીસ કર્મીઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું અને આ પ્રકારનો કાર્યક્રમ સુરત પોલીસ દ્વારા દર મહિને યોજવામાં આવશે.

સુરત શહેર પોલીસ તથા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સુરત પોલીસ કમિશનર તેમજ અલગ અલગ ઝોનના ડીસીપીઓ પણ ઉપરથી રહ્યા હતા.

Untitled 74 3 ઉમદા પગલુંઃ સુરત પોલીસનો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કાર્યક્રમ

કાર્યક્રમની શરૂઆતમાં મેયર તેમજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા દીપપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે દર મહિને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને લોહીની જરૂર પડતી હોય છે અને આ જ કારણે સુરત પોલીસ દ્વારા દર મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. મહત્વની વાત છે કે આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.

બ્લડ ડોનેશન કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત પોલીસ દેશની પહેલા નબરની પોલીસ છે. પોલીસે પ્રજાના દ્વારે જઈને લોકોની સમસ્યા સાંભળવાનો વ્યવહાર કર્યો છે. આ શરૃઆતનું રિઝલ્ટ આવતા ઝલડી આવશે. કાપડના વ્યવહારની ફરિયાદ લખાવવા વેપારીઓને ધક્કો ખાવો ન પડે તેવો વ્યવહાર આપણે શરૂ કર્યો છે. વેપારીઓ સાથે છેતરપીંડી કરનાર ગમે ત્યાં છુપાઈ ગયો હશે તેને પકડીને લાવવાની જવાબદારી અમારી છે. અમે મજબૂતાઈથી પગલાં લેવા માંગીએ છીએ. વેપારીઓને હર્ષ સંઘવીની સલાહ કોઈ અજાણ્યા વ્યક્તિને લાખો રૂપિયાનો માલ ન આપીએ. આપણે ટાર્ગેટ મુકવાનો છે કે આ વર્ષ આટલા કરોડ રૂપિયાની ચિટિંગ બચાવબી છે.

Untitled 74 4 ઉમદા પગલુંઃ સુરત પોલીસનો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કાર્યક્રમ

તેમને વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરના થેલેસીમિયા ગ્રસ્તના 1400થી 1500 બાળકોની જવાબદારી સુરત પોલીસે લીધી છે. આ બાળકોને ઇન્જેક્શન અને દવા સહિતની વ્યવસ્થાની જવાબદારી સરકારે લીધી છે. આ બાબતે સરકાર હંમેશા કટિબદ્ધ છે. એક શહેરની પોલીસ બાળકોને દર મહિને લોહી પહોંચાડવાની વયસ્થા કરે તેવો એક દાખલો આખા દેશમાંથી લાવો. આજે પોલીસ પોતે લોહી આપવા માટે તૈયાર છે. લોહી આપીને પોલીસ તેમજ TRBના જવાનો ભર બપોરે પોતાની ફરજ પર પરત જશે. આજે પોલીસે સમાજ પ્રત્યેની મોટી જવાબદારી હાથમાં લીધી છે.પોલીસે આટલી મોટી જવાબદારી લીધી છે ત્યારે સમાજની પણ મોટી જવાબદારી છે. પોલીસ ગમે ત્યાં કેમ્પ યોજે ત્યાં જઈને તેમને અભિનંદન આપજો. આપણી સેન્સિટીવીટી ઓછી થઈ ગઈ છે ત્યારે પોલીસની આ સેન્સિટીવીટીને આપણે સ્ટેન્ડિંગ ઓવોશન આપી સન્માનિત કરીએ. થેલેસેમિયા ગ્રસ્ત એક એક પરિવારને મદદરૂપ થવુ જોઈએ. આજે આપણે પણ સંકલ્પ લઈએ કે થેલેસીમિયા ગ્રસ્ત બાળકનું પરિવાર જો કોઈ કંપનીમાં કામ કરતા હોય તો કંપનીના લોકોએ આવા બાળકોની જવાબદારી લેવી જોઈએ.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ