Not Set/ K-9 વજ્ર ટેન્ક પર મોદીએ કરી સવારી, હજીરાના Videoની સોશિયલ મીડિયામાં ધૂમ

સુરત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હજીરાની એલ એન્ડ ટી કંપનીના આર્મડ સિસ્ટમ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કર્યું હતુ અને ટેન્ક પર કરી સવારી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોવિત્ઝર ટોપ અને K – 9 આ બંને તોપને સેનાને અર્પણ કરી હતી. એકબાજુ વિપક્ષ કોલકત્તામાં એકજૂથ થઇ શક્તિ પ્રદર્શન કરી રહ્યાં હતા ઠીક એ […]

Top Stories Gujarat Surat Videos
mantavya 328 K-9 વજ્ર ટેન્ક પર મોદીએ કરી સવારી, હજીરાના Videoની સોશિયલ મીડિયામાં ધૂમ

સુરત,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. હજીરાની એલ એન્ડ ટી કંપનીના આર્મડ સિસ્ટમ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કર્યું હતુ અને ટેન્ક પર કરી સવારી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોવિત્ઝર ટોપ અને K – 9 આ બંને તોપને સેનાને અર્પણ કરી હતી.

એકબાજુ વિપક્ષ કોલકત્તામાં એકજૂથ થઇ શક્તિ પ્રદર્શન કરી રહ્યાં હતા ઠીક એ સમયે જ દેશના બીજા છેડે એટલે કે ગુજરાતના હજીરામાં પીએમ મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. અહીં લાર્સન એન્ડ ટુબ્રોની નવી આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કરવા આવેલા વડાપ્રધાન મોદીએ પોતાને એક કે9 હોવિત્ઝર તોપની સવારી કરી.

તેમજ વડાપ્રધાને હજીરાની એલ એન્ડ ટી કંપનીના પ્લાન્ટમાં નિર્મિત થયેલી તોપનું નિરીક્ષણ કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે, પાડોશીદેશ પાકિસ્તાન અને ચીન સાથેના સતત વણસી રહેલા સંબંધોને કારણે ભારત માટે બોર્ડર પાર હુમલાનો ખતરો રહેતો હોય છે. જેને પડકારવા માટે ભારતીય સેનામાં આ બંને તોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.