Not Set/ સુરત: ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ચલાવનારા કરે છે આ ખેલ, તંત્ર લેશે કોઈ કડક પગલા?

સુરત, સુરતના સરથાણામાં આવેલી મેઘમલ્હાર સોસાયટીનો એક વિડીયો વાઇરલ થયો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે કચરાનું વજન વધારવા માટે કેવી કરતબો કરવામાં આવી રહી છે. કચરાનું વજન વધારવા માટે ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ચલાવનાર પાણી નાંખી રહ્યો છે. પાણી નાખીને આ ગાડી ચલાવનાર વજન વધારી રહ્યો છે અને મહાનગરપાલિકાને ચુનો ચોપડી રહ્યો […]

Top Stories Gujarat Surat Videos
mantavya 372 સુરત: ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ચલાવનારા કરે છે આ ખેલ, તંત્ર લેશે કોઈ કડક પગલા?

સુરત,

સુરતના સરથાણામાં આવેલી મેઘમલ્હાર સોસાયટીનો એક વિડીયો વાઇરલ થયો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે કચરાનું વજન વધારવા માટે કેવી કરતબો કરવામાં આવી રહી છે. કચરાનું વજન વધારવા માટે ડોર ટુ ડોર ગાર્બેજની ગાડી ચલાવનાર પાણી નાંખી રહ્યો છે.

પાણી નાખીને આ ગાડી ચલાવનાર વજન વધારી રહ્યો છે અને મહાનગરપાલિકાને ચુનો ચોપડી રહ્યો છે. આવા ખેલ કરીને ગાડી ચલાવનારોએ મહાનગરપાલિકાને અત્યારસુધી કેટલો ચુનો ચોપડ્યો હશે તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી.

જો કે જાગૃત નાગરિકોએ આ વિડીયો બનાવ્યો અને સોશ્યલ મિડીયામાં વાઇરલ કર્યો. જેથી ઉંઘતા મહાનગરપાલિકાના સત્તાધિશોની આંખ ખુલે અને ચેકિંગ હાથ ધરે.

મહત્વનું છે કે આ વિડીયો વાઇરલ થયા બાદ અને મહાનગર પાલિકાના સત્તાધિશો જાગશે કે પછી હજી પણ સૂતા રહેશે તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, મનપા વરાછા જોનની આ ગાડી છે. જેને નંબર 2134 છે.