Crime/ સુરત SOGને મળી સફળતા, લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો ઓનલાઈન ડાર્ક વે-થકી મંગાવવામાં આવતો હતો……..

Top Stories Gujarat Surat
Image 2024 06 02T105401.149 સુરત SOGને મળી સફળતા, લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

Surat News: સુરતમાં એસઓજીએ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. SOGએ ઓનલાઈન ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કરી રૂપિયા 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

દિનપ્રતિદિન ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. સુરત શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરત SOGને બાતમી મળી હતી. બાતમીના આધારે સુરતના અડાજણના એક મકાનમાંથી ડ્રગ્સ, ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર થઈ ગયા હતા. સુરત SOGએ સૌ પ્રથમ LSD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો ઓનલાઈન ડાર્ક વે-થકી મંગાવવામાં આવતો હતો. તેની બજાર કિંમત અંદાજીત રૂપિયા 40 લાખ હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી