Surat News/ સુરત : કડોદરા નજીકનો બ્રિજ પણ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે

સુરત નજીક કડોદરા વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે 48 પરનો બ્રિજ હવે ખરેખર જીવલેણ બની ગયો છે

Gujarat Surat

Surat News : સુરત જિલ્લા માંથી પસાર થતો દેશનો અગત્યનો નેશનલ હાઇવે નંબર 48 કે જયાં દરરોજ લાખો વાહનો માટે લાઈફલાઈન સમાન આ રસ્તો છે પણ હવે વાહનો તો શું, માણસો પણ બ્રિજ પરથી પસાર થવાના પહેલા બે વાર વિચાર કરે છે. કડોદરા નજીક આવેલ એક બ્રિજ આજે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે.

સુરત નજીક કડોદરા વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે 48 પરનો બ્રિજ હવે ખરેખર જીવલેણ બની ગયો છે. બ્રિજ ઉપર પડેલા મોટાં ખાડાઓ હવે માત્ર અસુવિધા નહીં, પણ અકસ્માતની પૂર્વચેતવણી સમાન બની ગયા છે. રોજના લાખો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. પરંતુ હવે તે વાહનચાલકો માટે સ્પીડબ્રેક નહીં, “લાઇફ બ્રેક” બની ગયો છે. ખાસ વાત એ છે કે બ્રિજના એક તરફ જ નથી, સામે પણ વર્ષો જૂનો એક વધુ બ્રિજ છે. જેની હાલત પણ ધૂળી ગઇ છે. બોલે છે પણ કોઈ સાંભળતું નથી. બંને બ્રિજની હાલત જોઈ લોકોને પોતાનો માર્ગ જ બદલી દેવાનું મન થાય છે.

છતાં તંત્રનું ધ્યાન ખેંચાય એવું કંઇ દ્રશ્ય હજુ સામે આવતું નથી. એમ કેવાય, તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.બ્રિજ ઉપર ખાડા એ માત્ર સરકારી બેદરકારી નહીં પણ સુરક્ષાની ઉઘાડી ઉણપ છે. જવાબદાર તંત્રોની સમયસર કામગીરી નહીં થાય તો અહીં માત્ર ટ્રાફિક નહીં, માનવજીવન પણ ખાડામાં ખસી જશે. વિકાસશીલ ભારતના દરવાજા તરીકે ઓળખાતા નેશનલ હાઇવે પર જો આવા બ્રિજ હોય, તો વિકાસના પાયા કેટલા મજબૂત છે તેવો સવાલ ઊભો થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે