Not Set/ સુરત : SBI બેંકની બહાર રૂ.20 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર

સુરતના ચોક વિસ્તારમાં આવેલી SBI બેંકની બહાર 20 લાખની લૂંટ થતાં ચકચાર મચી ગઈ છે. ચોક બજાર વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેન્ક ની બહાર આ ઘરના બની હતી. એક ખાનગી કંપનીની કારમાં થી રૂ. 20 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિવિધ બેંકમાંથી રૂપિયા લાવવા-લઈ જવાનું કામ કરતી,  કંપનીની કારમાંથી લૂંટારા […]

Top Stories Gujarat Surat Videos
સુરત 1 1 સુરત : SBI બેંકની બહાર રૂ.20 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર

સુરતના ચોક વિસ્તારમાં આવેલી SBI બેંકની બહાર 20 લાખની લૂંટ થતાં ચકચાર મચી ગઈ છે. ચોક બજાર વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેન્ક ની બહાર આ ઘરના બની હતી. એક ખાનગી કંપનીની કારમાં થી રૂ. 20 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઈ ગયા છે.

સુરત 2 સુરત : SBI બેંકની બહાર રૂ.20 લાખની લૂંટ ચલાવી લૂંટારા ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર વિવિધ બેંકમાંથી રૂપિયા લાવવા-લઈ જવાનું કામ કરતી,  કંપનીની કારમાંથી લૂંટારા 20 લાખ ભરેલી બેગ લઈ છૂમંતર થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે. લૂંટારા રિક્ષામાં આવ્યા હતા. અને તેનાંથી પણ અગત્યની વાત આ ઘટના બની ત્યાથી  200 મીટરના અંતરે જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે.

લુટારા દ્વારા કારના ડ્રાઈવર ને કોઈ વસ્તુ નીચે પડી છે, તેવું કહેતા, ડ્રાઈવર જેવો વસ્તુ નીચે જોવા નમ્યો ને લુટારાએ પૈસા ભરેલી બેગ લઈને છૂ મંતર થઈ ગયા હતા. કર્મા બંદૂક સાથે ના સુરક્ષા જવાન પણ હાજર હતા. છતાંય આ લુટારા લૂંટ નાઇટના ને અંજામ આપી પલાયન થઈ જવામાં સફળ થયા છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લૂંટારા જે રિક્ષામાં આવ્યા હતા તેના નંબરના આધારે પોલીસે તપાસ શરૂ  કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.