Not Set/ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ લાપતા, વિદેશ જવાની શંકા પ્રબળ

NIAના સૂત્રોએ જણાવ્યું હતું કે સચિન વાજેની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસ દરમિયાન પરમબીર સિંહને એપ્રિલ મહિનામાં NIA ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં NIAએ સચિન વાજેને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.

Top Stories India
tmc 17 મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ લાપતા, વિદેશ જવાની શંકા પ્રબળ

એન્ટીલિયા કેસ અને મનસુખ હિરેન હત્યા કેસની તપાસ કરી રહેલી NIAએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને પૂછપરછ માટે ઘણી વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ એક વખત પણ સમન્સ તેમને પહોંચ્યુ નથી. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું કે તપાસ એજન્સીઓને શંકા છે કે પરમબીર સિંહ દેશ છોડી ગયા છે. પરમબીર સિંહ અંગે, ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયને એજન્સી તરફથી મળેલા ઇનપુટ્સના આધારે માહિતી મળી છે કે ગૃહ મંત્રાલય પરમબીર સિંહના દેશ છોડીને વિદેશ જવાની શંકા પર વિચાર કરે છે. નિયમ અનુસાર, સરકારી અધિકારીને સરકારની પરવાનગી વગર દેશની બહાર જવાની મંજૂરી નથી. પાટીલે કહ્યું કે જો પરમબીર સિંહ વિદેશ ગયા છે, તો તે ખૂબ જ ગંભીર બાબત બની જાય છે. રાજ્યની તપાસ એજન્સી તેમને શોધી રહી છે.

NIA એના સૂત્રોએ જણાવ્યું હતું કે સચિન વાજેની ધરપકડ બાદ ચાલી રહેલી તપાસ દરમિયાન, પરમબીર સિંહને એપ્રિલ મહિનામાં NIA ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં NIAએ સચિન વાજેને લગતા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. કારણ કે એન્ટિલિયાની ઘટના પ્રકાશમાં આવી ત્યારથી અને વાજે ણે ઘટનાની તપાસ અધિકારી બનાવવામાં આવ્યા ત્યારે વાઝે સીધું જ પરમબીર સિંહને રીપોર્ટીંગ કરતા હતા.

તાજેતરમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં, NIA એ આવા ઘણા પુરાવા ઉમેર્યા છે, જે જોઈને એજન્સીઓએ પરમબીર પર શંકા કરવાનું શરૂ કર્યું છે કે તે પણ આ ગુનામાં સંડોવાયેલો હોઈ શકે છે. NIA એ આ સંબંધમાં તેની તપાસ આગળ વધારવા માટે પરમબીર સિંહને પૂછપરછ માટે બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એજન્સી સિંહને ટ્રેક કરવામાં અસમર્થ રહી છે.

દેશ છોડવાની શંકા

NIA ની ટીમ છત્તીસગઢ, રોહતક સહિત કેટલાક સ્થળોએ ગઈ હતી પરંતુ સિંહ ક્યાંય હાથ લાગ્યા નથી. એજન્સીને શંકા છે કે પરમબીર દેશ છોડીને બહાર ક્યાંક ચાલ્યા ગયા છે. તે જ સમયે, એજન્સીઓને એવી પણ શંકા છે કે પરમબીર કોઈ યુરોપીયન દેશમાં છુપાયેલ હોઈ શકે છે. જો કે આના પુરાવા હજુ સુધી કોઇ એજન્સીને મળ્યા નથી. ચાર્જશીટ મુજબ, એક સાયબર નિષ્ણાતે તેના જવાબમાં NIA ને જણાવ્યું હતું કે, એન્ટિલિયા નજીક સ્કોર્પિયોમાં મળી આવેલી જેલિટિન સ્ટીક અંગે ટેલિગ્રામ ચેનલ પર ધમકી આપી હતી, જેના પર જૈશ-ઉલ-હિન્દ લખેલું હતું. આ મેસેજ ક્યાંથી આવ્યો, સિંહે તેના રીપોર્ટને મોડીફાઈ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા.

ઘણા કેસ નોંધાયા

આ સિવાય NIA એ જણાવ્યું કે તપાસ દરમિયાન તેમને ફેસટાઈમ આઈડી મળી. જેનો ઉપયોગ એન્ટિલિયા કેસ અને મનસુખ હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓ અને શકમંદો સાથે ગુપ્ત સંપર્ક સ્થાપિત કરવા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે આઈડી વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેનું પ્રથમ નામ કુરકુરે અને છેલ્લું નામ બાલાજી છે. તે જ સમયે, NIAએ અન્ય ફેસટાઈમ આઈડી વિશે માહિતીની રાહ જોઈ રહી છે, જેનો ઉપયોગ સમાન ગુપ્ત સંચાર માટે કરવામાં આવ્યો હતો. NIA ઉપરાંત રાજ્ય CID અને થાણે પોલીસે પરમબીર સામે લુકઆઉટ પરિપત્ર બહાર પાડ્યો છે. સિંઘ સામે અત્યાર સુધીમાં 5 કેસ નોંધાયા છે, જેમાંથી એકની તપાસ મુંબઈના પોલીસ સ્ટેશન દ્વારા, એક રાજ્ય સીઆઈડી દ્વારા અને ત્રણ કેસની તપાસ રાજ્ય સીઆઈડી દ્વારા કરવામાં આવી રહી છે.