પરિવારમાં શોક/ સુરતમાં રમતાં-રમતાં ત્રીજા માળેથી પટકાતા બાળકનું મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો એક અઢી વર્ષીય બાળક પોતાના ઘરે રમતા રમતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો

Gujarat Surat
Mantavyanews 13 સુરતમાં રમતાં-રમતાં ત્રીજા માળેથી પટકાતા બાળકનું મોત

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વરસે બાળકનો ત્રીજા માળેથી પટકાતા મોત થયું હતું જ્યારે પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમેથી લાશ લઈને સ્મશાને જતા હતા ત્યારે તેમને ખાનગી વાહન લઈ જવા માટે જણાવ્યું હતું અને સબવાહિની આપી ન હતી સમાજસેવકના ધ્યાને આ વાત આવતા તેમણે રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમને સબ વાહિની આપવામાં આવી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો એક અઢી વર્ષીય બાળક પોતાના ઘરે રમતા રમતા ત્રીજા માળેથી નીચે પટકાયો હતો બાળક નીચે પડતા જ તેમને શરીર પર ગંભીર રીતે બીજાઓ પહોંચી હતી. હિસાબો પહોંચતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું મહત્વનું છે કે ત્રીજા માળે અઢી વર્ષનો બાળક રમતું હતું તે દરમિયાન આકસ્મિક રીતે નીચે પટકાયો હતો અને મોતને ભેટ્યો હતો લાશને પોસ્ટમોર્ટમ કરી જ્યારે સ્મશાને લઈ જવાઈ રહી હતી ત્યારે સિવિલ હોસ્પિટલના રેઢિયાળ તંત્રએ તેમને સબ વાહિની આપવાનો પણ ઇન્કાર કર્યો હોવાના આક્ષેપ બાળકના પિતાએ કર્યા હતા.

બાળકને રિક્ષામાં જ સ્મશાને લઈ જવાઈ રહ્યું હતું ત્યારે એક સમાજસેવક ની નજર તેમના પર પડી હતી અને તેમણે જવાબદાર અધિકારીઓને વાત કરતા આખરે તેમને સબ વાહિની આપવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં આ વખતે વખત તંત્રની લાપરવાહી સ્પષ્ટ સામે આવી રહી છે ત્યારે જવાબદાર સામે પગલાં લેવા છે કે કેમ તે જોવું રહ્યું.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર