Not Set/ સુરત/  મહિલા કોર્પોરેટર લાંચ મામલે ACBના સંકજામાં, અપ્રમાણસર સંપત્તિ મુદ્દે તપાસ

સુરત શહેરની મહિલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા હતા. બાંધકામ મુદ્દે 50 હજારની લાંચ માંગી હોવાની ફરિયાદ કરાઈ હતી. શહેરના આંજણા વોર્ડના મહિલા કોંગ્રેસી કોર્પોરેટર કપિલા પટેલ 50 હજારની લાંચ લેતા પકડાયા હતા. આ લાંચ પ્રકરણને મુદ્દે ACBએ તેમના ઘરે તપાસ હાથ ધરી હતી. ACBની તપાસમાં મહિલા કોર્પોરેટર કપિલા પટેલના ઘરેથી 8 મિલકતના દસ્તાવેજ કબ્જે કરવામાં […]

Top Stories Gujarat Surat
gandhinagar 4 સુરત/  મહિલા કોર્પોરેટર લાંચ મામલે ACBના સંકજામાં, અપ્રમાણસર સંપત્તિ મુદ્દે તપાસ

સુરત શહેરની મહિલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા હતા. બાંધકામ મુદ્દે 50 હજારની લાંચ માંગી હોવાની ફરિયાદ કરાઈ હતી. શહેરના આંજણા વોર્ડના મહિલા કોંગ્રેસી કોર્પોરેટર કપિલા પટેલ 50 હજારની લાંચ લેતા પકડાયા હતા. આ લાંચ પ્રકરણને મુદ્દે ACBએ તેમના ઘરે તપાસ હાથ ધરી હતી.

ACBની તપાસમાં મહિલા કોર્પોરેટર કપિલા પટેલના ઘરેથી 8 મિલકતના દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. જયારે ઘરમાં 10 લાખનો સમાન હોવાનું પણ તપાસમાં નોંધવામાં  આવ્યું છે. અપ્રમાણસર સંપત્તિ મુદ્દે ACBએ તપાસ શરૂ કરી હતી.

સુરત કોર્પોરેશનમાં ચાલુ ટર્મમાં 5 કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા હતા. જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 કોર્પોરેટરો સામેલ છે. ભાજપના નેન્સી સુમરાએ વર્ષ 2018માં 75 હજારની લાંચ લીધી છે. જ્યારે ભાજપના મીના રાઠોડે વર્ષ 2018માં 5 લાખ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.