Gujarat/ સુરેન્દ્રનગર રેલ્વેએ વસૂલ્યો કરોડોનો દંડ, સારી કામગીરી બદલ ટીમને એનાયત કરાયો શીલ્ડ

સુરેન્દ્રનગર રેલવે ટીકીટ ચેકિંગ ટીમે ગત વર્ષ દરમિયાન 34,388 ખુદાબક્ષોને પકડી પાડી 2.33 કરોડનો દંડ વસૂલ કર્યો હતો…

Gujarat Others
Makar 8 સુરેન્દ્રનગર રેલ્વેએ વસૂલ્યો કરોડોનો દંડ, સારી કામગીરી બદલ ટીમને એનાયત કરાયો શીલ્ડ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર રેલવે ટીકીટ ચેકિંગ ટીમે ગત વર્ષ દરમિયાન 34,388 ખુદાબક્ષોને પકડી પાડી 2.33 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. સમગ્ર ડીવીઝનમાં સારી કામગીરી બદલ ટીમને રાજકોટ ખાતે શીલ્ડ એનાયત કરાયો હતો.

રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા દર વર્ષે ટીકીટ ચેકિંગ ક્ષેત્રે સારી કામગીરી કરનાર ટીકીટ ચેકિગ સ્ટાફને શીલ્ડ એનાયત કરાય છે. ત્યારે એપ્રિલ 2019 થી માર્ચ 2020ના સમયગાળા દરમીયાન ડીવીઝનમાં સારી કામગીરી કરવા બદલ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના ટીકીટ ચેકિૈંગ સ્ટાફને શિલ્ડ મળતા સુરેન્દ્રનગરના રેલ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના ટીકીટ ચેકિંગ સ્ટાફના વી.એસ.મારૂ, ઘનશ્યામસિંહ જાડેજા, પી.જી.ઝાલા સહિતનાઓને શીલ્ડ અર્પણ કરાયો હતો. માર્ચ 2019થી એપ્રિલ 2020ના સમયગાળા દરમીયાન સુરેન્દ્રનગર રેલવે ટીકીટ ચેકિંગ સ્ટાફે 34,388 ખુદાબક્ષોને પકડી પાડી તેમની પાસેથી 2,33,63,610નો દંડ વસૂલ કરી રેલવેને આવક કરાવી હતી. આ તકે નિવૃત ટીકીટ ચેકર હીમાંશુ વચ્છરાજાની પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડીવીઝનના રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર રેલવે ટીકીટ ચેકિગ ટીમે સારી કામગીરી કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો