sushant/ ‘સુશાંતની આત્મહત્યા નહી હત્યા હોવાનો ઘટસ્ફોટ કરનારની સુરક્ષા કરો’

દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધને સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020 ના રોજ મુંબઈમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

Top Stories India
Sushant Singh

સુશાંતની બહેન કિર્તીસિંહે ઘટસ્ફોટ કરનાર રુપકુમારની સુરક્ષાની માંગ કરી
– રૂપકુમારનો દાવોઃ સુશાંતના શરીર પર ઇજાના અનેક નિશાન હતા

Sushant Singh : દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh) નિધને સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh)14 જૂન, 2020 ના રોજ મુંબઈમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ સમાચારે માત્ર સુશાંતના (Sushant Singh)પરિવારને જ નહીં પરંતુ તેના ચાહકો અને સમગ્ર  ફિલ્મ ઈન્ડસ્ટ્રીને (Film Industry) પણ હચમચાવી દીધી હતી. આ કેસમાં એક પછી એક ઘણા નવા વળાંક જોવા મળ્યા.

તે જ સમયે, સુશાંતના મૃત્યુના બે વર્ષ પછી, આ કેસમાં નવો વળાંક આવ્યો છે. તેમના પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલું એક મોટું સત્ય સામે આવ્યું છે. વર્ષ 2020માં સુશાંતના (Sushant Singh)મૃત્યુ બાદ કૂપર હોસ્પિટલમાં (Kooper Hospital) તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેના શરીર પર કોઈ નિશાન નથી અને તેણે આત્મહત્યા કરી છે, પરંતુ હવે પોસ્ટમોર્ટમ ટીમના એક કર્મચારીએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. આવી સ્થિતિમાં હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ (Shweta Singh Kirti) તેની સુરક્ષા માટે અરજી કરી છે.

હકીકતમાં, કૂપર હોસ્પિટલના શબઘરના સ્ટાફર રૂપકુમાર શાહે (Roopkumar Shah) સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh) પોસ્ટમોર્ટમને લઈને મોટો ખુલાસો કર્યો છે. રૂપકુમારે મીડિયાને જણાવ્યું કે જ્યારે સુશાંત સિંહનો મૃતદેહ આવ્યો ત્યારે તે પણ ત્યાં હતો. તેણે આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં હવે શ્વેતા સિંહ કીર્તિએ એક ટ્વીટ શેર કરીને રૂપકુમારની સુરક્ષાની (Security) માંગ કરી છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ‘રૂપકુમાર સુરક્ષિત રહે તેનું આપણે ધ્યાન રાખવું પડશે. સુશાંતના કેસમાં સીબીઆઈએ સમયનું પાલન કરવું જોઈએ. તેણે પોતાના ટ્વીટને ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi)પણ ટેગ કર્યા છે.

મુંબઈની એક હોસ્પિટલના પોસ્ટમોર્ટમ કર્મચારી રૂપકુમાર શાહે (Roopkumar Shah)સુશાંત સિંહ રાજપૂતને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, ‘હું 14-15 તારીખે ડ્યુટી પર હતો, કામ કરતો હતો. તે દરમિયાન જ્યારે મેં સુશાંતની લાશ જોઈ તો તે સ્પષ્ટ હતું કે તે આત્મહત્યા ન હતી. તેના શરીર પર એક નહીં પરંતુ અનેક ઈજાના નિશાન હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુશાંત કેસમાં જબરજસ્ત ઢાંકપિછોડો થયો છે.

આ પણ વાંચોઃ

Corona Virus/ બિહારમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ,વિદેશથી આવેલા આટલા પ્રવાસીઓ કોરોના સંક્રમિત

North India/ હવામાન વિભાગે કરી આગાહી ઉત્તર ભારતમાં આગામી બે દિવસ પડશે હાડ થીજવતી ઠંડી !