Not Set/ મુલાયમ ભાઈ તમારી સામે દ્વૌપદીનું ચિરહરણ થાય છે ભીષ્મ ન બની રહોઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્લી, બીજેપી નેતા  અને રામપુરથી ઉમેદવાર જયાપ્રદા સામે આઝમ ખાને કરેલી અશ્લીલ ટિપ્પણી બાદ જયાપ્રદાના સપોર્ટમાં વિદેશમંત્રી સુષ્માસ્વરાજ પણ આવ્યા છે.  કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આ અંગે મુલાયમ સિંહને ટકોર કરી છે. લોકસભા ચૂંટણી 2019ના ગરમાયેલા રાજકારણના માહોલમાં નેતાઓ બોલવાન શિષ્ટતા અને ગરિમા ભૂલી રહ્યા છે ત્યારે આઝમ ખાને કરેલી જયાપ્રદા વિશેની અશ્લીલ ટિપ્પણીથી […]

Top Stories India
sushma swaraj મુલાયમ ભાઈ તમારી સામે દ્વૌપદીનું ચિરહરણ થાય છે ભીષ્મ ન બની રહોઃ સુષ્મા સ્વરાજ

નવી દિલ્લી,

બીજેપી નેતા  અને રામપુરથી ઉમેદવાર જયાપ્રદા સામે આઝમ ખાને કરેલી અશ્લીલ ટિપ્પણી બાદ જયાપ્રદાના સપોર્ટમાં વિદેશમંત્રી સુષ્માસ્વરાજ પણ આવ્યા છે.  કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે આ અંગે મુલાયમ સિંહને ટકોર કરી છે.

લોકસભા ચૂંટણી 2019ના ગરમાયેલા રાજકારણના માહોલમાં નેતાઓ બોલવાન શિષ્ટતા અને ગરિમા ભૂલી રહ્યા છે ત્યારે આઝમ ખાને કરેલી જયાપ્રદા વિશેની અશ્લીલ ટિપ્પણીથી માહોલ ગરમાયો છે.  સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાને  જ્યાપ્રદા માટે કરેલી ખાખી અંડરવેરની અપમાનજક ટિપ્પણીની કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજે ટીકા કરી છે તેમણે આઝમ ખાનના આ નિવેદન માટે મુલાયમ સિંહ પર હુમલો કરતા રહ્યું કે તેમણે ભીષ્મની જેમ મૌન ન રહેવું જોઈએ. નોંધનીય કે રવિવારે એક રેલીમાં આઝમ ખાને નામ લીધા વિના જયાપ્રદા  માટે ખાખી અંડરવેરનું નિવેદન આપ્યું હતું.

સુષ્મા સ્વરાજે આ મુદ્દે પોતાના ટ્વિટર હેન્ડલ પર મુલાયમ સિંહને નામ સાથે લખ્યું હતું કે  મુલાયમ ભાઈ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો.   તમારી સામે રામપુરમાં દ્વૌપદીનું ચિરહરણ થઈ રહ્યુ છે તો તમે  ભીષ્મની જૈમ મૌન સાધવાની ભૂલ ન કરો…. સુષ્મા સ્વરાજે પોતાના ટ્વિટમાં અખિલેશ યાદવ, તેમના પત્ની ડિમ્પલ યાદવ તથા જ્યા બચ્ચનું નામ ટેગ કરીને  તેમનું ધ્યાન આ મુદ્દે  ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો.

નોંધનીય છે કે સુષ્મા સ્વરાજે પોતાના ટ્વિટમાં દ્વૌપદીનો ઉલ્લેખ કરીને  મહાભારતની એ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જેમાં પાંડવો અને કૌરવો જુગાર રમતા હોય છે ત્યારે દ્વૌપદીનું  ચીરહરણ થાય છે અને ભીષ્મ વડીલ હોવા છતાં કૌરવોની શેહશરમમાં ચૂપ બેઠા હોય છે

ઉલ્લેખનીય છે  કે રવિવારે આઝમ ખાને જનસભાને સંબોધતા જ્યાપ્રદા પર નિશાન તાકતા કહ્યું હતું કે  જેને અમે આંગળી પકડીને  રામપુર લાવ્યા અને  10 વર્ષ જેની પાસે પોતાનું પ્રતિનિધિત્વ કરાવ્યું  તેમની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા હું 17 દિવસમાં ઓળખી ગયો કે તેમની નીચે ખાખી અંડરવેરનો રંગ છે તેમણે આ નિવેદનમાં જયાપ્રદાનું નામ નહોતું લીધું. જવાબમાં જયાપ્રદાએ કહ્યું હતું કેઆવા નિવેદનો આઝમ ખાન માટે નવા નથી.