Not Set/ શોમાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય! પ્રથમ એપિસોડ ધમાકેદાર હશે

કરણ જોહર કોફી વિથ કરણની સાતમી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. કરણના શોમાં બોલિવૂડ સેલેબ્સ આવે છે જેમની સાથે કરણ ખૂબ જ મસ્તી કરતો જોવા મળે છે અને તેની પર્સનલ લાઈફ વિશે પણ અનેક સવાલો પૂછે છે. હવે ફેન્સ કરણના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Trending Entertainment
Sushmita Sen and Aishwarya Rai

કરણ જોહર કોફી વિથ કરણની સાતમી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. કરણના શોમાં બોલિવૂડ સેલેબ્સ આવે છે જેમની સાથે કરણ ખૂબ જ મસ્તી કરતો જોવા મળે છે અને તેની પર્સનલ લાઈફ વિશે પણ અનેક સવાલો પૂછે છે. હવે ફેન્સ કરણના શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે શોમાં કયા સેલેબ્સ આવવાના છે, ક્યા ગોસિપ વિશે જાણવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ સિઝનનો ભાગ બનવા જઈ રહી છે.

Instagram will load in the frontend.

રિપોર્ટ્સનું માનીએ તો સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય બચ્ચન કોફી વિથ કરણની સિઝન 7માં જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે બ્યુટી ક્વીન એકસાથે ઈન્ટરવ્યુ આપવા જઈ રહી છે. સુષ્મિતા અને ઐશ્વર્યા કરણના સવાલોના જવાબ કેવી રીતે આપતા જોવા મળશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

Instagram will load in the frontend.

પ્રથમ એપિસોડ ધમાકેદાર હશે
જો રિપોર્ટ્સનું માનીએ તો જાહ્નવી કપૂર, સારા અલી ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ શોમાં પ્રથમ ગેસ્ટ બનવા જઈ રહ્યા છે. કરણનો શો આ વખતે OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થવા જઈ રહ્યો છે. કોફી વિથ કરણની સિઝન  7 જુલાઈથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રીમિયર થશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરવા જઈ રહી છે. તે મણિરત્નમની ફિલ્મમાં જોવા મળશે. બીજી તરફ સુષ્મિતા સેન વિશે વાત કરીએ તો, તે છેલ્લે વેબ સિરીઝ આર્યની સીઝન 2માં જોવા મળી હતી.

આ પણ વાંચો:વિકી કૌશલે ‘સેમ બહાદુર’ની તૈયારીઓ શરૂ કરી, ફોટો શેર કરીને ફેન્સને જાણકારી આપી