Not Set/ સ્વર કોકિલા લતા મંગેશકર આખરે હાર્યા જીવનની લડાઈ

પીઢ ગાયિકા લતા મંગેશકર, જેને સ્વર કોકિલા તરીકે ઓળખવામાં આવે છે, ભારત રત્ન અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે, તેઓ જીવનની લડાઈ હારી ગયા છે. 92 વર્ષનાં લતા મંગેશકર હવે આ દુનિયામાં નથી.

Top Stories Entertainment
1 2022 02 06T100255.904 સ્વર કોકિલા લતા મંગેશકર આખરે હાર્યા જીવનની લડાઈ
  • સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન
  • મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ રહ્યા હતા સારવાર
  • 92 વર્ષના હતા લતા મંગેશકર

પીઢ ગાયિકા લતા મંગેશકર, જેને સ્વર કોકિલા તરીકે ઓળખવામાં આવે છે, ભારત રત્ન અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે, તેઓ જીવનની લડાઈ હારી ગયા છે. 92 વર્ષનાં લતા મંગેશકર હવે આ દુનિયામાં નથી. 8 જાન્યુઆરીનાં રોજ લતા મંગેશકર કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વિશ્વભરમાંથી તેમના ચાહકો લતા દીદીનાં ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

આ પણ વાંચો – અભિનંદન / ટીમ ઈન્ડિયાની જીત પર PM મોદીએ ટીમને પાઠવી શુભકામનાઓ, જાણો શું કહ્યું

જણાવી દઇએ કે, લતા મંગેશકર ICU માં હતા અને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં જીવનની લડાઈ લડ્યા બાદ, તેઓ આ જંગ હારી ગયા છે. આ દુ:ખદ સમાચાર આવતાની સાથે જ બોલિવૂડનાં સ્ટાર્સ જ નહીં પરંતુ દરેક લોકો દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણી જગ્યાએથી એવી તસવીરો પણ સામે આવી રહી છે જ્યાં આ સમાચાર સાંભળીને ચાહકો પોતાના આંસુ રોકી શકતા નથી. 28 સપ્ટેમ્બર 1929નાં રોજ ઈન્દોરમાં પ્રખ્યાત સંગીતકાર દીનાનાથ મંગેશકરનાં ઘરે જન્મેલા લતા મંગેશકરે 36 ભાષાઓમાં 50 હજારથી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. લતાએ ખૂબ જ નાની ઉંમરે પોતાના અવાજ અને ધૂનથી ગાવામાં નિપુણતા મેળવી લીધી હતી. એક સમય એવો હતો જ્યારે ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ હશે જેમાં લતા મંગેશકરનું ગીત ન હોય.

આ પણ વાંચો – Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ

આપને જણાવી દઈએ કે, લતા મંગેશકર જ્યારે 13 વર્ષનાં હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. આ પછી પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ. 13 વર્ષની ઉંમરે તેણે ફિલ્મ ‘પહિલી મંગલાગોર’થી ડેબ્યૂ કર્યું હતું. લતા મંગેશકરની પ્રથમ કમાણી 25 રૂપિયા હતી. તેમણે 1942માં મરાઠી ફિલ્મ ‘કીતી હસલ’ માટે ગીત ગાયું હતું. 18 વર્ષની ઉંમરે માસ્ટર ગુલામ હૈદરે ફિલ્મ મજબૂરનું ગીત ‘અંગ્રેજી છોરા ચલા ગયા’માં મુકેશ સાથે ગાવાની તક આપી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…