Good News!/ સ્વરા ભાસ્કરે આપ્યા સારા સમાચાર, સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો કરી શેર

સ્વરા ભાસ્કરે આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. ગુપ્ત રીતે લગ્ન કર્યા બાદ અભિનેત્રીએ ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે.

Trending Entertainment
4 47 સ્વરા ભાસ્કરે આપ્યા સારા સમાચાર, સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો કરી શેર

બોલિવૂડ હિરોઈન સ્વરા ભાસ્કરે આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજનેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીના આ લગ્ન તેના ચાહકો માટે બ્રેકિંગ ન્યૂઝ બની ગયા હતા. તેને ખૂબ જ શોર્ટ ટાઇમમાં લગ્નની જાહેરાત કરી હતી,  હવે લગ્નના ત્રણ મહિના બાદ તેને પોતાની પ્રેગ્નન્સીના સારા સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે.

સ્વરાએ કહ્યું કે ક્યારે આવશે તેમનું બાળક

સ્વરા ભાસ્કરે 16 ફેબ્રુઆરીએ સપા નેતા ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી તેને માર્ચમાં ફહાદ સાથે ધૂમધામથી લગ્ન કાર્ય હતા.  હવે લગ્નના થોડા મહિના બાદ અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા છે. તસવીરો શેર કરતાં સ્વરાએ લખ્યું, ‘ક્યારેક ભગવાન તમારી બધી પ્રાર્થનાનો એકસાથે જવાબ આપે છે. નવી દુનિયામાં પ્રવેશવા માટે ધન્ય, આભારી અને ઉત્સાહિત છુ. આ સાથે સ્વરાએ એ પણ જણાવ્યું કે તેના બાળકનો જન્મ ઓક્ટોબરમાં થશે.

swara%20bhaskar%20pregnancy(1) સ્વરા ભાસ્કરે આપ્યા સારા સમાચાર, સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો કરી શેર

થોડા દિવસો પહેલા આ અફવા ફેલાઈ હતી

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે સ્વરા પ્રેગ્નેન્ટ છે. કેટલાકે તો એમ પણ કહ્યું હતું કે લગ્નના થોડા મહિના પછી જ તે માતા બની હતી. યુઝર્સે આ માટે અભિનેત્રીને ખૂબ હેરાન કરી હતી. જોકે, બાદમાં આ ચર્ચાને ખોટી ગણાવીને ફગાવી દેવામાં આવી હતી.

કોણ છે સ્વરા ભાસ્કરનો પતિ ફહાદ?

ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી છે. ફહાદે જુલાઇ 2022માં અબુ આસીમ આઝમી અને રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીનું સભ્યપદ લીધું હતું. ફહાદ મહારાષ્ટ્ર અને મુંબઈ યુનિટમાં યુવાજન સભાના પ્રમુખ તરીકે નિયુક્ત છે.

આ પણ વાંચો:વિવાદ/જેનિફર મિસ્ત્રી બાદ આ અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો :અવસાન/મહાભારતના ‘શકુની મામા’ ગૂફી પેન્ટલનું નિધન, 78 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

આ પણ વાંચો:Trailer/કાર્તિક આર્યન, કિયારા અડવાણીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ

આ પણ વાંચો :Ranbir Kapoor/‘એનિમલ’ના સેટ પરથી રણબીર કપૂરનો લૂક થયો લીક, વીડિયો વાયરલ