Not Set/ સ્વીગી કંપનીનો ડિલિવરી બોય બિયર વેચતો ઝડપાયો, વિડીઓ થયો વાઇરલ

દેશભરમાં આજકાલ ઓનલાઈન ઓડર કરો અને ઘરે જ ફૂડ ડિલિવરી મોળવાનો ટ્રેન્ડ ખુબ પ્રચલિત છે. અને તેમા પણ જો મેગાસીટી હોય તો વાત જ શું કરવાની હોય, લાખો અને હજારોની સંખ્યામાં ઓનલાઈન ઓડર થતા હોય અને ઘરે જ ફૂડ ડિલિવરી કરવામાં આવતી હોચ છે. પરંતુ ધંધાની આડ લઇ બૂટલેગરોએ પણ પોતાનો ધંધો વિકસાવ્યો હોવાનો કિસ્સો […]

Top Stories Videos
pjimage 8 સ્વીગી કંપનીનો ડિલિવરી બોય બિયર વેચતો ઝડપાયો, વિડીઓ થયો વાઇરલ

દેશભરમાં આજકાલ ઓનલાઈન ઓડર કરો અને ઘરે જ ફૂડ ડિલિવરી મોળવાનો ટ્રેન્ડ ખુબ પ્રચલિત છે. અને તેમા પણ જો મેગાસીટી હોય તો વાત જ શું કરવાની હોય, લાખો અને હજારોની સંખ્યામાં ઓનલાઈન ઓડર થતા હોય અને ઘરે જ ફૂડ ડિલિવરી કરવામાં આવતી હોચ છે. પરંતુ ધંધાની આડ લઇ બૂટલેગરોએ પણ પોતાનો ધંધો વિકસાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખાસ કરીને ગુજરાત અને બીજા રાજ્યો જ્યાં દારૂબંધી અમલી છે, ત્યાં આ ધંધાની આડમાં દારૂની હોમ ડીલેવરીની વેપલો પણ ફાલેલો ફૂલેલો હોય તેવું સામે આવી રહ્યું છે.

જી હા, વડોદરામાં સ્વીગી કંપનીનો ડિલિવરી બોય બિયર વેચતો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. દારૂની હોમ ડીલેવરી કરાતી હોવાનો વિડીયો પણ વાઇરલ થયો છે. જોકે, આ મામલે પોલીસે ડિલિવરી બોય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હકીકત જાણે એમ છે કે, વડોદરાનાં લક્ષ્મીપુરા ગામમાં રહેતો રાહુલ મહિલા થોડાં સમય પહેલાં સ્વિગીના ડિલિવરી બોય તરીકે જોડાયો હતો. રાહુલ ગ્રાહકોને ફૂડ ડિલિવરી કરવા જતો ત્યારે ગ્રાહક સાથે મિત્રતા કેળવીને તેઓ દારૂનાં શોખીન છે કે નહીં તે જાણી લેતો હતો. અને બાદમાં ગ્રાહકોને ઓફર આપતો કે, જમવાની સાથે દારૂ કે બિયરની જરૂરિયાત હોય તો કહેજો.

રાહુલ ગ્રાહકોને પોતાના પર્સનલ મોબાઇલ નંબરની પણ આપલે કરતો હતો. જે બાદ તે ઓનલાઈન ફૂડની સાથે દારૂની પણ ડિલિવરી કરતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ પોલીસને આ વાતની જાણ થાતા, પોલીસ દ્વારા રાહુલ પર વોચ ગોઠવવામાં આવી હતી. અને ત્યાર બાદ રાહુલ ડિલિવરી બેગમાં 6 બિયર લઈ જતાં રંગેહાથે ઝડપાયો હતો.

જુઓ આ વાઇરલ વિડીઓ……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન