Entertainment/ 12 વર્ષ બાદ તબૂનું હોલિવૂડમાં પુનરાગમન, ઑસ્કાર વિનિંગ ફ્રેન્ચાઈઝી સાથે કામ કરશે

તબ્બુ ફરીથી હોલિવૂડ પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ડ્યૂન’ એક પ્રિકવલ બનવા જઈ રહી છે, જેની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવેલી ઘટનાઓ………

Trending Entertainment
Image 2024 05 15T155602.349 12 વર્ષ બાદ તબૂનું હોલિવૂડમાં પુનરાગમન, ઑસ્કાર વિનિંગ ફ્રેન્ચાઈઝી સાથે કામ કરશે

Entertainment News: પોતાના દમદાર પર્ફોમન્સથી તબૂએ ઘણાનાં દિલ જીત્યા. ભારતીય સિનેમામાં તેના અભિનયના ખૂબ જ વખાણ થયા છે. તબૂની કૃતિ સેનન અને કરીના કપૂર સાથેની ફિલ્મ ‘ક્રૂ’ હિટ નીવડી હતી. તેને ઘણા યાદગાર પાત્રો ભજવ્યા. તબ્બૂએ લોકડાઉન પછી જબરદસ્ત પાત્રો ભજવ્યા છે.

તબૂ ફરીથી હોલિવૂડ પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ડ્યૂન’ એક પ્રિકવલ બનવા જઈ રહી છે, જેની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવેલી ઘટનાઓ પહેલાની હશે. આ વાર્તા એક વેબ સિરીઝમાં બતાવવામાં આવશે, જેમાં તબ્બુને કાસ્ટ કરવામાં આવી છે. આ પહેલા તબૂ હોલિવૂડના બે પ્રોજેક્ટ ‘ધ નેમસેક’ અને ‘લાઇફ ઓફ પાઇ’માં કામ કરી ચૂકી છે.

Tabu Dune Prophecy Cast: Actress Tabu to be part Hollywood Series Dune:  Prophecy Cast | Times Now

તબૂને ‘ડ્યુન: પ્રોફેસી’ માટે કાસ્ટ કરવામાં આવી છે, જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ મેક્સ માટે બનાવવામાં આવી રહી છે. આ શોમાં તે સિસ્ટર ફ્રાન્સેસ્કાની ભૂમિકા ભજવવા જઈ રહી છે તેના પાત્રનું વર્ણન આ રીતે છે – ‘જે લોકો શક્તિશાળી, બુદ્ધિશાળી અને આકર્ષક સિસ્ટર ફ્રાન્સેસ્કાને જુએ છે તે ક્યારેય તેની છાપને ભૂલી શકતા નથી. ફ્રાન્સેસ્કાનું પુનરાગમન, જે એક સમયે સમ્રાટનો પ્રેમ હતો, તે કેપિટોલમાં સત્તાનું સંતુલન બગાડશે. તબ્બુના અભિનયથી દરેક જણ પ્રભાવિત છે, પરંતુ શોમાં તેના પાત્રની છાપ એટલી મજબૂત છે કે તેને વાંચ્યા પછી લોકો શોની આતુરતાથી રાહ જોશે.

તબૂ આ પહેલા પણ ઓસ્કાર વિજેતા પ્રોજેક્ટનો હિસ્સો રહી ચુકી છે.  આ ફિલ્મમાં તબૂ સાથે ઈરફાન ખાન, આદિલ હુસૈન અને સૂરજ શર્માએ પણ કામ કર્યું હતું. 4 ઓસ્કાર એવોર્ડ જીતનારી આ ફિલ્મ ફિલ્મ પ્રેમીઓની ફેવરિટ ફિલ્મોમાંની એક છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કરીના-સેફ એકબીજાને જાહેરમાં Kiss કરતા જોવા મળ્યા, પાપારાઝીએ કહ્યું…

આ પણ વાંચો:અનુષ્કા-વિરાટે સરપ્રાઈઝ આપી, અકાયથી ખાસ કનેક્શન

આ પણ વાંચો:શબાના આઝમી ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી સન્માનિત