જોખમ/ પાકિસ્તાનના પરમાણુ હથિયાર પર તાલિબાન કબજો ન કરી લે : ભૂતપૂર્વ બ્રિટિશ કમાન્ડર

પાકિસ્તાને તાલિબાન બનાવ્યું, તાલિબાનને પૈસા આપ્યા અને તાલિબાનને ટેકો આપ્યો

Top Stories Uncategorized
nuclur પાકિસ્તાનના પરમાણુ હથિયાર પર તાલિબાન કબજો ન કરી લે : ભૂતપૂર્વ બ્રિટિશ કમાન્ડર

અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી છે. તમામ અફઘાન નાગરિકો અને ત્યાં ફસાયેલા લોકોનું જીવન જોખમમાં છે. પરંતુ તે જ સમયે તાલિબાન તરફથી બીજો મોટો ભય છે. એક ભય છે કે તાલિબાન પાકિસ્તાન પર પરમાણુ હથિયારો પર નિયત્રણ કરી શકે છે. આ ચિંતા એક પૂર્વ બ્રિટિશ કમાન્ડરે વ્યક્ત કરી હતી. ભૂતપૂર્વ બ્રિટિશ લશ્કરી કમાન્ડરે સોમવારે દાવો કર્યો હતો કે તાલિબાન પાકિસ્તાનનાં સમર્થન વિના પોતાનું ઓપરેશન ચાલુ રાખી શકતું નથી. તેના વિના અફઘાનિસ્તાનમાં તેની જીત શક્ય ન હોત. આવી સ્થિતિમાં, ચિંતા છે કે જેહાદી તત્વો પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો પર નિયંત્રણ મેળવી લે તો તબાહી શઇ શકે છે.
ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી કમાન્ડર કર્નલ રિચાર્ડ કેમ્પ જેરૂસલેમ સ્થિત બિન નફાકારક સંસ્થા મીડિયા સેન્ટ્રલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને તાલિબાન બનાવ્યું, તાલિબાનને પૈસા આપ્યા અને તાલિબાનને ટેકો આપ્યો. કેમ્પે કહ્યું કે તાલિબાન પાકિસ્તાન વિના 20 વર્ષ સુધી ટકી શકતું નથી, અથવા તેનું અભિયાન ચલાવી શકતું નથી, જે તેણે જીતી લીધું છે. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના પડોશમાં જેહાદી રાજ્યની સ્થાપના તેના માટે પણ મોટો ખતરો હશે. તમને જણાવી દઈએ કે કેમ્પે અફઘાનિસ્તાન અને ઈરાક સહિત વિશ્વના અશાંત વિસ્તારોમાં સૈનિકોનું નેતૃત્વ કર્યું છે.

ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી કમાન્ડરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં અભિયાન દરમિયાન અથવા તાલિબાનની જીત બાદ સૌથી મોટા ખતરા પર વિચાર કર્યો.જેમાં તેના નિયંત્રણની શક્યતા અથવા પાકિસ્તાનમાં અમુક પરમાણુ શસ્ત્રોની સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે અફઘાનિસ્તાનમાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે આ ક્ષેત્રમાં ભારતને સંભવિત દેશ ગણાવતા ઈરાન, ચીન અને રશિયા પર તાલિબાનને સમર્થન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.