તાલિબાન/ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિની ફોર્સ સામે કપિસા પ્રાંતમાં તાલિબાનોની પીછેહટ

પંજશીર એકમાત્ર એવો પ્રાંત છે જ્યાં તાલિબાનોએ હજુ સુધી કબજો મેળવ્યો નથી, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ફરતા તાલિબાનોએ કબજો કરી લીધું

World
taliban12345676 અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિની ફોર્સ સામે કપિસા પ્રાંતમાં તાલિબાનોની પીછેહટ

અફઘાનિસ્તાન પર કબજો કરનાર કટ્ટરપંથી તાલિબાનોને કપિસા પ્રાંતમાં મોટું નુકસાન થયું છે. અહીં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના નેતૃત્વમાં ફોર્સ વળતો જવાબ આપી રહી છે . કપિસા પ્રાંતના સંજન અને બાગલાનનાં ખોસ્ત વા ફેરેંગ જિલ્લામાં બે જૂથો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પંજશીરમાં પણ તાલિબાનનો ભોગ બન્યો અને સુન્ની પશ્તુન લડવૈયાઓએ પીછેહઠ કરવી પડી. સાલેહના લડવૈયાઓએ પંજશીરમાં યુદ્ધવિરામના ઉલ્લંઘનને લઈને તાલિબાન પર વળતો પ્રહાર કર્યો હતો.

પંજશીર એકમાત્ર એવો પ્રાંત છે જ્યાં તાલિબાનોએ હજુ સુધી કબજો મેળવ્યો નથી, 15 ઓગસ્ટના રોજ યુએસ સૈનિકોની પરત ફરતાની સાથે જ  તાલિબાનોએ પ્રવેશ કરી  દેશનો કબજો મેળવ્યો હતો. તાલિબાન પર વળતો જવાબ  એવા સમયે થયો છે જ્યારે ઈસ્લામિક સ્ટેટે કાબુલ એરપોર્ટની બહાર ફિદાઈન હુમલો કર્યો હતો, જેમાં 13 અમેરિકન સૈનિકો સહિત 150 થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ હુમલા બાદ સાલેહે વિશ્વને આતંકવાદ સામે એક થવાની અપીલ કરી હતી. તેમણે શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, દુનિયાએ આતંક સામે નમવું ન જોઈએ. ચાલો કાબુલ એરપોર્ટને માનવતાના અપમાન અને “નિયમો આધારિત વિશ્વ વ્યવસ્થા” નું સ્થળ ન બનવા દઈએ. ચાલો આપણા સામૂહિક પ્રયત્નો અને ઉર્જામાં વિશ્વાસ કરીએ. પરાજયવાદી માનસિકતા તમને આતંકવાદીઓ કરતા વધારે જોખમમાં મૂકે છે. માનસિક રીતે મૃત્યુ પામશો નહીં.