Not Set/ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો આતંક, લગ્નમાં ગીતો વગાડવા બદલ કરી 13 લોકોની હત્યા

અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ તાલિબાન આમ નાગરિકોની સામાન્ય કારણોને લીધે હત્યા કરવા લાગ્યું છે. એક રિપોર્ટ અનુસાર તાલિબાને લગ્નમાં ગીતો….

World
અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ તાલિબાનીઓ સામાન્ય નાગરિકોની સામાન્ય કારણોને લીધે હત્યા કરવા લાગ્યા છે… ફરી એકવાર તાલિબાનીઓએ પોતીની ક્રુરતા બતાવવાનું શરૂ કરી દીધું છે.શા માટે કરી સામાન્ય નાગરિકોની હત્યા? શા માટે નિર્દોષનો લેવાયો ભોગ?

આ પણ વાંચો :લેખિકા તસ્લીમા નસરીનનું દાવો હિન્દુ ધર્મના સમર્થનમાં પોસ્ટ કરતાં FBએ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું

અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા બાદ તાલિબાન આમ નાગરિકોની સામાન્ય કારણોને લીધે હત્યા કરવા લાગ્યું છે. એક રિપોર્ટ અનુસાર તાલિબાને લગ્નમાં ગીતો વગાડવા બદલ 13 લોકોની હત્યા કરી નાખી છે. આ દાવો અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સલેહે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તાલિબાને આ સામૂહિક હત્યાકાંડ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કર્યો હતો.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહે કહ્યું હતું કે નાનગરહાર પ્રાંતમાં એક લગ્ન સમારોહમાં વાગી રહેલા સંગીતને બંધ કરાવવા માટે 13 લોકોની હત્યા કરી નાખી હતી. આ પ્રકારની ક્રૂર હત્યાઓને માત્ર વખોડવાથી નહીં ચાલે તાલિબાન સામે અવાજ ઉઠાવવો પડશે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ સમૂહિક હત્યાકાંડમાં માત્ર તાલિબાન જ નહીં પાકિસ્તાનનો પણ હાથ છે.

આ પણ વાંચો :અરે આ પરંપરા ક્યારે બંધ થશે?જર્મન ડૉક્ટરે હનીમૂન પર પત્નીની સુન્નત કરી

તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ટેલિવિઝન અને રેડિયો પર મ્યૂઝિક બંધ કરાવ્યું તેમજ મહિલા એંકરોને કામ કરતી અટકાવી દીધી. સંગીત પર પ્રતિબંધ મુકી દીધો. ગયા મહિને જ તાલિબાને અફઘાનિસ્તાનની સંગીતની રાષ્ટ્રીય સ્તરની ઇન્સ્ટિટયૂટને બંધ કરી દીધી હતી. અફઘાનિસ્તાનના ખેડૂતોને પણ તાલિબાન પરેશાન કરવા લાગ્યું છે.

નવા નિયમો મુજબ તાલિબાન ખેડૂતો પાસેથી સંપત્તિનો 2.5 હિસ્સો ધાર્મિક કર તરીકે માગી રહ્યું છે.કોરોના મહામારીથી ત્રસ્ત અફઘાનિસ્તાનના ખેડૂતો પર તાલિબાને ધાર્મિક ટેક્સ લાગુ કરી દીધો છે જે તેમના પાકમાંથી વસુલવામાં આવશે. જેને પગલે અફઘાનિસ્તાનના ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

આ પણ વાંચો :અમેરિકાએ ચીનને તાઈવાન પર એકપક્ષીય કાર્યવાહીથી દૂર રહેવા આગ્રહ કર્યો

આ પણ વાંચો : બ્રિટન નર્સોની તીવ્ર અછત સામે ઝઝૂમી રહ્યું છે

આ પણ વાંચો : કોલસાનો ઉપયોગ ઘટાડવા માટે જાપાન એમોનિયા પર ધ્યાન આપી રહ્યું છે