અફઘાનિસ્તાન/ તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

મહિલાઓને સેક્સ ગુલામ બનાવવામાં આવી રહી છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવી છે, તાલિબાન કેટલા અત્યાચારો કરશે?

Top Stories World
તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે,

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ન્યાયાધીશ નજલા અયુબીએ જણાવ્યું છે કે તાલિબાન દ્વારા અફઘાન મહિલાઓ પર અત્યાચારણો શીલશીલો જરી છે. તાલીબાન ખોટા વચનો આપી રહ્યા છે કે તેઓ લોકોના અધિકારોનું સન્માન કરશે અને તેમને કામ કરવાની અને ઇસ્લામ અનુસાર શિક્ષિત કરવાની મંજૂરી આપશે. નજલા આયુબીએ સ્કાય ન્યૂઝને જણાવ્યું કે તે અફઘાનિસ્તાનમાં મહિલાઓ સાથે વાત કરી રહી છે અને તેને “મહિલાઓ વિરુદ્ધ ખરાબ વર્તન અને હિંસા” ના ઘણા કેસ મળ્યા છે. આયુબીએ કહ્યું કે એક મહિલાને “જીવતી સળગાવી દેવામાં આવી હતી. કારણ કે તાલિબાન લડવૈયાઓને તેણીનું બનાવેલું ભોજન પસંદ આવ્યું નહોતું.”

cbi 13 તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

“તાલીબાની તેણીને રસોઈ કરવા માટે દબાણ કરી રહ્યા હતા. વધુમાં, છેલ્લા કેટલાક સપ્તાહમાં ઘણી બધી યુવતીઓને શબપેટીમાં મુકીને સેક્સ સ્લેવ બનાવવા માટે પડોશી દેશોમાં મોકલવામાં આવી રહી છે.”

અફઘાનથી પોતાનો જીવ બચાવ્યા બાદ અમેરિકામાં રહેતા અયુબીએ કહ્યું, “તાલીબાનો અફઘાની પરિવારોને તેમની યુવાન પુત્રીઓના લગ્ન તાલિબાન લડવૈયાઓ સાથે કરવા માટે દબાણ કરે છે. મને ખબર નથી કે મહિલાઓને કામ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી તે વચન ક્યાં ગયું. ” અયુબીએ કહ્યું કે તેણીએ મહિલાઓના અધિકારો માટે બોલવા માટે તાલિબાનથી બચવું પડશે.

afghani women તાલીબાન મહિલાઓને સેક્સ સ્લેવ બનાવી રહ્યું છે, ખરાબ રસોઈ બનાવવા બદલ જીવતી સળગાવી દેવામાં આવે છે

નોંધપાત્ર વાત એ છે કે, 20 વર્ષ બાદ તાલિબાનોએ ફરી એક વખત અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. તેમણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર પણ કબજો જમાવ્યો છે. ટોલો ન્યૂઝ અનુસાર, સત્તા સ્થાનાંતરણની પ્રક્રિયા પણ અહીં પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી વચગાળાની સરકારના વડા તરીકે અલી અહેમદ જલાલીનું નામ સૌથી આગળ છે. રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડી દીધો છે. ગની યુંએઈ માં સ્થાઈ થયા છે. અને અને સૌથી મહત્વની વાત એ છે તેમના ભાઈએ તાલીબાન સાથે હાથ મિલાવ્યા છે.