વાતચીત/ વેક્સિન મામલે અમેરિકા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઇ

અમેરિકા ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે વાત કરી

Top Stories
કમલા વેક્સિન મામલે અમેરિકા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઇ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વચ્ચે ગુરુવારે ફોન પર વાતચીત થઈ. એવું કહેવામાં આવે છે કે વેક્સિનને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. સમાચાર એજન્સી એએનઆઈએ દાવો કર્યો છે કે આ ફોન કોલ કમલા હેરિસ વતી વડા પ્રધાન મોદીને કરવામાં આવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે ભારત-યુએસ ભાગીદારીને લઈને ચર્ચા થઈ.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે વૈશ્વિક રસી વહેંચણી માટેની અમેરિકા સ્ટ્રેટેજીના ભાગ રૂપે ભારતને વેક્સિન આપૂર્તિની ખાતરીની  હું ખૂબ પ્રશંસા કરું છું. અમે ભારત-એમેરિકા રસી સહયોગને વધુ મજબુત બનાવવાના ચાલુ પ્રયાસો પર પણ ચર્ચા કરી.પ્રધાનમંત્રી કાર્યાલયએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્વાસ્થની સ્થિતિ સામાન્ય થયાં બાદ ભારત અમેરિકાના ઉપરાષટ્રપતિ કમલા હૈરિસના સ્વાગતની આશા વ્યકત કરી છે. નેતાઓએ રસી ઉત્પાદનના ક્ષેત્રમાં યુ.એસ. અને ભારત સહિતના આરોગ્ય પુરવઠા શ્રંખલાને મજબૂત બનાવવાના  પ્રયત્નોની ચર્ચા કરી હતી.ભારત અને અમેરિકાની ભાગીદારીની સંભાવના સાથે વેક્સિનની પહેલ પર પણ પ્રકાશ પાડ્યું હતુ