Big accident/ તમિલનાડુ : ફલાય ઓવર પર ભયાનક માર્ગ અકસ્માતમાં વાહનોની ટક્કર, 4 લોકોના મોત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

તમલિનાડુ (Tamil Nadu)માં ભયાનક માર્ગ અકસ્માત (road accident)થયો. આ અકસ્માતમાં વાહનો એક પછી એક ટક્કરાતા મોટી દુર્ઘટના (tragedy)બનવા પામી.

Top Stories India
YouTube Thumbnail 32 તમિલનાડુ : ફલાય ઓવર પર ભયાનક માર્ગ અકસ્માતમાં વાહનોની ટક્કર, 4 લોકોના મોત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

તમલિનાડુ (Tamil Nadu)માં ભયાનક માર્ગ અકસ્માત (road accident)થયો. આ અકસ્માતમાં વાહનો એક પછી એક ટક્કરાતા મોટી દુર્ઘટના (tragedy)બનવા પામી. આ માર્ગ અકસ્માત ધર્મપુરી જિલ્લા (Dharmapuri District)માં ફ્લાયઓવર પર બનવા પામ્યો. ધર્મપુરી (Dharmapuri)ના ફલાય ઓવર પર એક પછી એક અનેક વાહનો અથડાતા આગનો ભડકો થયો. ફલાય ઓવર (fly over) પરનો આ અકસ્માત એટલો ગંભીર હતો કે 4 લોકો ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા. જ્યારે આઠ લોકોને ગંભીર ઇજા પંહોચી છે તેઓ હોસ્પિટલ (hospital) માં સારવાર હેઠળ છે. ધર્મપુરી જિલ્લા(Dharmapuri District)માં ફલાય ઓવર (fly over)પર થયેલ માર્ગ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ધર્મપુરી જિલ્લા(Dharmapuri District)માં ફલાય ઓવર (fly over)પર થયેલ અકસ્માતના સામે આવેલ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે ફલાય ઓવર પર પસાર થતા વાહન પર પાછળથી એક ઝડપભેર ટ્રક આવે છે. જે આગળ વધી રહેલા ડમ્પર અને અન્ય વાહનોને જોરથી અથડાવે છે.જેના કારણે ડમ્પર કાબુ ગુમાવી દેતા ફ્લાયઓવર પરથી નીચે પડે છે. અને ડમ્પર નીચે પડતા પહેલા અન્ય એક વાહનને ટક્કર મારતા એક કાર સાથે અથડાય છે. ત્યારબાદ ટ્રકમાં આગ લાગે છે. આ ફૂટેજ જોતા ક્ષણિક એવું લાગે કે આ કોઈ ફિલ્મનું દ્રશ્ય હશે. પરંતુ આ વાસ્તવિક ઘટના છે જેમાં વાહનો અથડાતા મોટી દુર્ઘટના બનવા પામે છે.

ફલાય ઓવર (fly over) પર દુર્ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રકના કારણે અકસ્માત સર્જાયો હોય તેવું સીસીટીવી ફૂટેજ (CCTV footage)પરથી લાગે છે. જો કે અમે ઘટનાની વિગતે તપાસ કરી રહ્યા છીએ. તપાસમાં સામે આવ્યુ કે ટ્રક ઓવરલોડ હતી. અને ફ્લાયઓવર પરથી પડી ગયેલા ડમ્પરને ટક્કર મારતા ટ્રકમાં પણ આગ લાગી હતી. જો કે દુર્ઘટનાની માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ધર્મપુરીના DMK સાંસદ સેંથિલ કુમારે દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરવા સાથે ઇજાગ્રસ્તોને સહાય આપવાની જાહેરાત કરી. વધુમાં તેમણે ફલાય ઓવર પર માર્ગ અકસ્માત થવાનું કારણ આ સ્થાન પર હાઈવે સુવિધા ના હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી ધર્મપુરીના થોપપુર ઘાટ વિભાગ પર એલિવેટેડ હાઈવેના વહેલા નિર્માણની માંગ કરી રહ્યા છે. એલિવેટેડ હાઈવેના નિર્માણ સાથે આ પ્રકારના માર્ગ અકસ્માતની ઘટનાને ટાળી શકાય તેવી સંભાવના વ્યક્ત કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન

આ પણ વાંચો:

આ પણ વાંચો: