Not Set/ તમિલનાડૂના મુખ્યમંત્રી બનશે “ચિનમ્મા” શશિકલા, પનીરસેલ્વમના રાજીનામાનો સ્વીકાર

ચેન્નઇઃ તમિલનાડૂ સરકારમાં મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. હાલના મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે રાજૂનામું આપી દીધું છે. તેમની જગ્યાએ શશિકલા રાજ્યની નવી મુખ્યમંત્રી બનશે.  રવિવારે ઓલ ઇન્ડિયા અન્ના દ્વવિડ મનેત્ર કડગમ AIADMK ની મહાસચિવ શશિકલાને એક મીટિંગ દરમિયાન વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ ડીએમકે દ્વારા શશીકલાના મુખ્યમંત્રી બનવાનો વિરોધ કર્યો છે. […]

India
તમિલનાડૂના મુખ્યમંત્રી બનશે "ચિનમ્મા" શશિકલા, પનીરસેલ્વમના રાજીનામાનો સ્વીકાર

ચેન્નઇઃ તમિલનાડૂ સરકારમાં મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. હાલના મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે રાજૂનામું આપી દીધું છે. તેમની જગ્યાએ શશિકલા રાજ્યની નવી મુખ્યમંત્રી બનશે.  રવિવારે ઓલ ઇન્ડિયા અન્ના દ્વવિડ મનેત્ર કડગમ AIADMK ની મહાસચિવ શશિકલાને એક મીટિંગ દરમિયાન વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ ડીએમકે દ્વારા શશીકલાના મુખ્યમંત્રી બનવાનો વિરોધ કર્યો છે.

મીટિંગ પહેલા એવી અટકળો હતી કે, પાર્ટી શશિકલાને મુખ્યમંત્રી બનાવી શકે છે. લોકસભા ઉપાધ્યક્ષ એમ.થંબીદુરાઇ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમનું સમર્થન કર્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરે જયલલિતાના નિધન બાદ શશિકલાને પાર્ટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.શશિકલા જયલલિતાની નજીકની મિત્ર  હતી. જો કે એક વિવાદ બાદ જયાએ તેમને પાર્ટીમાંથી હકાલ પટ્ટી કરી હતી. માફી માગ્યા બાદ ફરી તેમની પાર્ટીમાં વાપસી થઇ હતી.

ચેન્નઇના પાર્ટી ઓફિસમાં થયેલી બેઠક દરમિયાન પનીરસેલ્વમે મુખ્યમંત્રી તરીકે ‘ચેનમ્મા’ના નામનો પ્રસ્તવ મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમામ વિધાયકોએ સર્વ સહમતીથી  ‘ચિનમ્મા’ ના  નામની પસંદગી કરી હતી.