બિઝનેસ/ Tata Group લાવશે દેશનો સૌથી મોટો IPO, બજારના તમામ રેકોર્ડ તૂટી જશે, જાણો વિગત

RBIના એક નિયમે વધારી રતન ટાટાની ચિંતા

Business
Mantavyanews 32 Tata Group લાવશે દેશનો સૌથી મોટો IPO, બજારના તમામ રેકોર્ડ તૂટી જશે, જાણો વિગત

મુંબઇઃ દેશમાં સૌથી મોટા IPOનો તાજ અત્યાર સુધી સરકારી કંપની LICના માથે શોભતો હતો. જોકે, આ તાજ હવે LICના માથેથી સરકી દેશના સૌથી બિઝનેસ ગ્રુપ ટાટા પાસે જઇ શકે છે. ટાટા ગ્રુપ 19 વર્ષ બાદ IPOના માર્કેટમાં એન્ટ્રી કરવા જઇ રહ્યાં છે. આ સાથે તેઓ મોટો IPO લોન્ચ કરીને નવો રેકોર્ડ બનાવી શકે છે.

મીડિયા વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ ટાટા ગ્રુપની કંપની ટાટા ટેક્નોલોજીનો આઇપીઓ (Tata Tech IPO) આવી રહ્યો છે. રિપોર્ટની માની તો SEBIએ કંપનીને IPO લોન્ચ કરવાની મંજૂરી આપી દીધી છે.

RBIના નિયમોમાં કરવામાં આવેલા સુધારાને પગલે ટાટા સન્સને અપર લેયર એનબીએફસી (Upper Layer NBFC) કેટેગરીમાં મુકવામાં આવી છે. આ કેટેગરીથી બચવા માટે કંપની અન્ય પાસાઓ પર વિચાર કરી રહી છે.

RBIના જણાવ્યા અનુસાર, અપર લેયર લિસ્ટમાં સામેલ NBFCએ કડક નિયમોનું પાલન કરવું પડશે. તેમાં નોટિફિકેશનના 3 વર્ષની અંદર લિસ્ટિંગનો પણ સમાવેશ થાય છે. RBIએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પહેલીવાર આ યાદી બહાર પાડી હતી. તે પછી ટાટા સન્સે RBI પાસેથી મુક્તિ મેળવવાની શક્યતાઓ તપાસી હતી.

સપ્ટેમ્બર 2025 સુધી રજુ કરવાની તૈયારી
RBIએ ટાટા સંસનાં અપર લેયરને NBFC તરીકે ક્લાસિફાઈસ કરવાનાં લીધે હવે તેને સપ્ટેમ્બર 2025 સુધી પોતાને શેરમાર્કેટમાં લિસ્ટ કરવું પડશે. 14મી સપ્ટેમ્બરના રોજ RBIએ એનબીએફસીની એક યાદી જાહેર કરી હતી, જેમાં અપર લેયર કેટેગરીમાં ટાટા સન્સનું નામ પણ હતું. એવામાં આ નિયમથી બચવા માટે કંપનીને બજારમાં લિસ્ટેડ થવું સરળ રસ્તો છે અને તેના માટે ટાટા સન્સને આઇપીઓ લાવવાની જરૂર પડશે

શું છે આ અપર લેયર એનબીએફસી
RBI એ NBFC કંપનીઓના વિસ્તરણ અને તેમની સાથે સંકળાયેલા જોખમોની અસરને અન્ય ક્ષેત્રો પર વધવાથી રોકવા માટે નિયમન નિયમો બનાવ્યા છે. આ નિયમો RBIના વિવિધ સ્તરોમાં સમાવિષ્ટ NBFC કંપનીઓ માટે વિવિધ સ્તરે લાગુ પડે છે. RBIની અપર લેયરની યાદીમાં સમાવિષ્ટ NBFC કંપનીઓને બેંકો જેવા જ નિયમો લાગુ પડે છે.

આ રીતે બની જશે દેશનો સૌથી મોટો IPO
ટાટ સન્સની વેલ્યુએશન હાલ 11 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. IPO લોન્ચ થતાની સાથે કંપનીને લગભગ ટાટા ટ્રસ્ટ સહિત અન્ય શેરહોલ્ડર્સને પોતાની 5 ટકા ભાગીદારી ઓછી કરવી પડશે. આ આધાર પર ટાટા સન્સ IPOના ઇશ્યુ સાઇઝ લગભગ 55,000 કરોડ રૂપિયા થઇ શકે છે. આ સાથે ટાટા ગ્રુપનો આઇપીઓ દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા IPO રજુ કરતું ગ્રુપ બની જશે. આ પહેલા ભારતીય જીવન વીમા નિગમે 21,000 કરોડ રૂપિયાનો IPO રજુ કર્યો હતો જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.

કંપની પાસે રહેલા અન્ય વિકલ્પો
RBIએ ટાટા ગ્રુપની ટાટા કેપિટલ ફાઈનેંશિયલ સર્વિસિસને પણ અપર લેયર NBFCમાં રાખી છે. જો ટાટા સંસ શેર બજારમાં લિસ્ટ થાય છે તો ટાટા ગ્રુપને ટાટા કેપિટલ્સ ફાઈનેંશિયલ સર્વિસિસને લિસ્ટ નહીં કરવું પડે. ત્યારે તે ટાટા સંસનો જ હિસ્સો રહેશે. જો કે કંપની ઈચ્છે તો ટાટા સંસને પુનર્ગઠિત કરી શકે છે જેથી RBIની આ લિસ્ટમાંથી તેઓ બહાર આવી શકે અને લિસ્ટ કરવાની જરૂર ન પડે.