Not Set/ તાઉ-તે વાવાઝોડાએ કર્યા બરબાદ, સરકારી સહાયની વાટ જોઈશું તો ઉંમર પુરી થઇ જશે

બગસરા પંથકનો સિમ વિસ્તાર જ્યાં તાઉ તે વાવાઝોડાએ ખેડૂતોની સાથે  સાથે તેમના પશુઓના ઘાસચારો અને મકાનોને પણ નુકસાન પહોચાડ્યું છે.  ત્યારે ખેડૂતની ચિંતામાં ખુબજ વધારો જણાઈ રહ્યો છે.

Top Stories Gujarat
bagsara તાઉ-તે વાવાઝોડાએ કર્યા બરબાદ, સરકારી સહાયની વાટ જોઈશું તો ઉંમર પુરી થઇ જશે
  • તાઉ તે વાવાઝોડામાં ખેડૂતોના પશુઓ માટેના મકાનો ધરાસાઈ
  • બગસરા પંથકના સિમ વિસ્તારોમાં વન્યપ્રાણીઓનો છે ભય
  • સરકારની સહાયની વાટ જોઈશું તો ઉંમર થશે પુરી,ખેડૂત

તાઉ તે વાવાઝોડાએ 17 મીએ ખેડૂતો સાથે સાથે તેમના પશુઓને રાખવાના મકાનો અને ઘાસચારો પણ બરબાદ કર્યો છે. એક તરફ વન્યપ્રાણીનો ભય તો બીજી બાજુ પશુઓને સાચવવાની ચિંતા સાથે ખેડૂતો એક જૂથ થઈને પશુઓના રહેવાના સ્થળોની મરામત જાતે શરૂ કરી દીધી છે.

ba1 1 તાઉ-તે વાવાઝોડાએ કર્યા બરબાદ, સરકારી સહાયની વાટ જોઈશું તો ઉંમર પુરી થઇ જશે

  • સહાયની રાહ જોયા વગર ખેડૂતોએ શરૂ કરી મકાનોની જાતે મરામત
  • શેઢા પાડોશી ખેડૂતો એકબીજા ખેડૂતની આવ્યા મદદે
  • ખેડૂતના પશુઓ વન્યપ્રાણીનો શિકાર બને એ પહેલા સાચવવાની ખેડૂતોમાં ચિંતા

બગસરા પંથકનો સિમ વિસ્તાર જ્યાં તાઉ તે વાવાઝોડાએ ખેડૂતોની સાથે  સાથે તેમના પશુઓના ઘાસચારો અને મકાનોને પણ નુકસાન પહોચાડ્યું છે.  ત્યારે ખેડૂતની ચિંતામાં ખુબજ વધારો જણાઈ રહ્યો છે. ત્યારે ખેડૂતને તેમના પશુઓને સહી સલામત રાખવા માટે તેમની વ્યવસ્થા માટે ખેડૂતો એકબીજાની મદદે પહોંચી ગયા છે અને પશુઓને રહેવા માટેની વ્યવસ્થાઓ ઉભી કરી રહયા છે

bag 2 તાઉ-તે વાવાઝોડાએ કર્યા બરબાદ, સરકારી સહાયની વાટ જોઈશું તો ઉંમર પુરી થઇ જશે

  • ખેડૂતો ગામમાંથી પણ રહયા અને સીમમાંથી પણ રહયા….
  • સરકારની સહાય ક્યારે આવશે એ તો ખબર નથી….
  • વન્યપ્રાણીના ભયથી યુદ્ધના ધોરણે ઉભું કરવું પડે પશુઓનું રહેણાક.

ખેડૂત ગામમાંથી પણ રહયા અને સીમમાંથી પણ રહયા એટલે કે ગામમાં મકાન અને સીમમાં મકાનોને તાઉ તે વાવાઝોડાએ બરબાદ કરી નાખ્યું છે માટે અમારે અમારો પાક કે પશુઓને રાખવા માટે મકાનની વ્યવસ્થાઅમારી જાતેજ કરવી પડશે.

સાથે હળીમળીને પશુઓને રાખવા અને અમારા માટે વ્યવસ્થા કરવી જ પડશે. અમારે કોઈ સહાયની રાહ જોવી નથી કે કોઈ સર્વે આવે તેના માટે આ પડેલ મકાનો યથાવત રાખવા નથી.

radha 7 તાઉ-તે વાવાઝોડાએ કર્યા બરબાદ, સરકારી સહાયની વાટ જોઈશું તો ઉંમર પુરી થઇ જશે

સ્થાનિક ખેડૂતના જણાવ્યા અનુસાર , તાઉ તે વાવાઝોડામાં ખેડૂતોના ખેતરોમાં રહેલા મકાનોના કે ગોડાઉનના પતરાઓ અને નળિયાઓ ઉડી ગયા છે તો અમુક મકાનો જમીન દોસ્ત થઈ ગયા છે ત્યારે અહીં વન્યપ્રાણીના ડર ના લીધે  યુદ્ધના ધોરણે મકાનો ની મરામત કરવી પડે  તેમ છે.  ત્યારે હાલ નળિયાના અને પતરાઓના ભાવમાં વધારો જણાઈ રહ્યો છે અમે અમારો માલ વહેંચવા જઈએ તેમનું કાઇજ આવતું નથી. સરકારની સહાય આવશે ત્યારે અમારી ઉંમર પુરી થઈ જશે. માટે અમે અમારી રીતે મરામતો શરૂ કરી દીધી છે. અમારા પશુઓને વન્યપ્રાણીનો શિકાર ન બને માટે કોઈ સરકારની આશાઓ વગર કામ શરૂ કર્યું છે..

તાઉ તે વાવાજોડાના લીધે મુંગા અબોલ પશુઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે. ખેડૂતોની ચિંતામાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ ખેડૂતોને સરકાર દ્વારા મદદ મળશે ક્યારે એ તો આવનારો સમય બતાવશે.