Not Set/ માત્ર 10 રનમાં જ ઓલઆઉટ થઇ આ ટીમે વાળ્યું ભોપાળું,6 રન તો વાઇડના

સિડની, ક્રિકેટમાં ઘણીવાર એવો ફની રેકોર્ડ સામે આવતા હોય છે કે વાંચીને હસવું આવી જાય. પુરુષની સાથે સાથે મહિલા ટી 20 ક્રિકેટમાં પણ હવે અનવા રેકોર્ડ બની રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક મહિલા ક્રિકેટની ટી 20 મેચમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ન્યુ સાઉથ વેલ્સ સામે માત્ર 10 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.આ પૈકીના 6 રન પણ વાઈડના કારણે બન્યા હતા.જ્યારે ઓપનર બેટ્સમેન ફેબી […]

Trending Sports
cricket 1549440251 માત્ર 10 રનમાં જ ઓલઆઉટ થઇ આ ટીમે વાળ્યું ભોપાળું,6 રન તો વાઇડના

સિડની,

ક્રિકેટમાં ઘણીવાર એવો ફની રેકોર્ડ સામે આવતા હોય છે કે વાંચીને હસવું આવી જાય. પુરુષની સાથે સાથે મહિલા ટી 20 ક્રિકેટમાં પણ હવે અનવા રેકોર્ડ બની રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક મહિલા ક્રિકેટની ટી 20 મેચમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ન્યુ સાઉથ વેલ્સ સામે માત્ર 10 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.આ પૈકીના રન પણ વાઈડના કારણે બન્યા હતા.જ્યારે ઓપનર બેટ્સમેન ફેબી મેંન્સલના ચાર રનના સ્કોરને બાદ કરવામાં આવે તો બાકીની 10 પ્લેયર ઝીરો રન પર પેવિલિયનમાં પાછી ફરી હતી.

સાઉથ વેલ્સની બોલર રોક્સેન વેન વીને માત્ર એક રન આપીને 5 વિકેટ લીધી હતી,જ્યારે નાઓમી વુડ્સે બે બોલમાં બે વિકેટ લીધી હતી.

નેશનલ ઇન્ડિજેનીયસ ક્રિકેટ ચેમ્પયનશીપ ટુર્નામેન્ટમાં રમાયેલી આ મેચમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 62 બોલમાં જ ખતમ થઈ ગઈ હતી.તેની સામે ન્યુ સાઉથ વેલ્સે પંદર બોલમાં મેચ જીતી લીધી હતી.જોકે 11 રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં ન્યુ સાઉથ વેલ્સે પણ બે વિકેટ ગુમાવી હતી.