ક્રિકેટ/ ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેન શ્રેયસ ઐયરે વીડિયો દ્વારા ફિટનેસ અપડેટ શેર કર્યુ

ટીમ ઇન્ડિયાનાં લિમિટેડ ઓવર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન શ્રેયસ ઐયરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા પોતાનું ફિટનેસ અપડેટ શેર કર્યું છે.

Sports
Untitled 49 ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેન શ્રેયસ ઐયરે વીડિયો દ્વારા ફિટનેસ અપડેટ શેર કર્યુ

ટીમ ઇન્ડિયાનાં લિમિટેડ ઓવર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન શ્રેયસ ઐયરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા પોતાનું ફિટનેસ અપડેટ શેર કર્યું છે. ખભાની સર્જરી બાદ શ્રેયસ ઐયરે હળવા વર્કઆઉટ શરૂ કરી દીધા છે અને તેના ચાહકોને સંકેત આપ્યો છે કે તે ટૂંક સમયમાં જ મેદાનમાં પાછો ફરશે.

પરદેશ બનશે સ્વદેશ? / પાકિસ્તાનનાં મોહમ્મદ આમિરે ઈંગ્લેન્ડની નાગરિકતા મેળવવા કરી અરજી

આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવર સિરીઝ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. ઐય્યરને ખભામાં ઈજા થઈ હતી, બાદમાં તેને ઓપરેશન કરાવવું પડ્યું હતું. આને કારણે ઐયર આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં પણ ભાગ લઈ શક્યો ન હતો અને તેની જગ્યાએ દિલ્હી કેપિટલ્સનાં કેપ્ટન રિષભ પંત હતા. ઐયરે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો અને લખ્યું, ‘કામ ચાલુ છે, અહીં દેખતા રહો.’ વીડિયોમાં, ઐયર અત્યારે ઇન્ટેન્સ વર્કઆઉટ કરતા જોવા મળ્યો નથી. તેણે લાઈટ વર્કઆઉટ્સથી શરૂઆત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ મર્યાદિત ઓવરોની સિરીઝ માટે જુલાઈમાં શ્રીલંકાનાં પ્રવાસ પર જશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી શકે છે, પરંતુ અત્યારે ઐયર માટે આ ટૂર પર જવું મુશ્કેલ લાગી રહ્યુ છે.

Instagram will load in the frontend.

ક્રિકેટ / રમેશ પોવાર એકવાર ફરી બન્યા મહિલા ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ

આપને જણાવી દઇએ કે, ખેલાડીઓ બાયો બબલની અંદર કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ આઈપીએલ 2021 મુલતવી રાખવી પડી હતી. હાલમાં, આઈપીએલની બાકીની 31 મેચ ક્યારે રમવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ જો આ મેચ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં રમવામાં આવે તો શ્રેયસ ઐયર ફરીથી દિલ્હી કેપિટલ્સ ટીમમાં પરત ફરી શકે છે.

sago str 12 ટીમ ઇન્ડિયાનાં બેટ્સમેન શ્રેયસ ઐયરે વીડિયો દ્વારા ફિટનેસ અપડેટ શેર કર્યુ