Not Set/ શ્રીલંકા પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડ, સત્તાવાર જાહેરાત

ક્રિકેટ ફેન્સ માટે હવે આવનારા દિવસો આનંદ આપી શકે છે. આઈપીએલની બાકીની મેચ, WTC, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ એટલે કે બેક ટૂ બેક ક્રિકેટની સીઝન આવી રહી છે.

Sports
1 460 શ્રીલંકા પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડ, સત્તાવાર જાહેરાત

ક્રિકેટ ફેન્સ માટે હવે આવનારા દિવસો આનંદ આપી શકે છે. આઈપીએલની બાકીની મેચ, WTC, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝ એટલે કે બેક ટૂ બેક ક્રિકેટની સીઝન આવી રહી છે. જણાવી દઇએ કે, હવે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જવાની તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ શ્રીલંકામાં ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. તેનું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવ્યું છે અને ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે.

1 461 શ્રીલંકા પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડ, સત્તાવાર જાહેરાત

ક્રિકેટ ન્યૂઝ / WTC પહેલા રોસ ટેલરે આપ્યું મોટું નિવેદન, કહ્યુ- અમારી ટીમમાં છે સારી ‘બેંચ સ્ટ્રેન્થ’

વળી આ ટીમનાં કોચ તરીકે ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનું નામ સામે રહ્યું હતું, પરંતુ હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ હવે બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતે આની પુષ્ટિ કરી છે. એટલે કે, શિખર ધવનની કપ્તાની હેઠળ જે ટીમ ઈન્ડિયા શ્રીલંકા જશે તેના કોચ રાહુલ દ્રવિડ હશે. જુલાઈમાં શ્રીલંકાની મુલાકાતે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈમાં લગભગ 15 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેશે, જ્યાં દરરોજ ખેલાડીઓનાં ટેસ્ટ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયા 28 જુલાઈએ ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ માટે કોલંબો માટે રવાના થશે. શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનને ભારતીય ટીમની કેપ્ટનશિપ આપવામાં આવી છે જ્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર વાઇસ-કેપ્ટન રહેશે. આ પ્રવાસ માટે 20 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. પ્રવાસ માટે પાંચ નેટ બોલરોની પણ પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર 13 થી 25 જુલાઇ સુધી ત્રણ વનડે અને ત્રણ ટી-20 સીરીઝ રમવાની છે.

1 462 શ્રીલંકા પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડ, સત્તાવાર જાહેરાત

ક્રિકેટ ન્યૂઝ / મોહમ્મદ આમિરે કર્યો મોટો ઘટસ્ફોટ, ભવિષ્યમાં વાતચીત થાય અને પ્રશ્નો ઉકેલાશે તો…

દરમિયાન, બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું છે કે, રાહુલ દ્રવિડ શ્રીલંકા જઇ રહેલી ટીમનાં કોચ રહેશે. રાહુલ દ્રવિડ હાલમાં એનસીએ એટલે કે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીનાં અધ્યક્ષ છે અને લાંબા સમયથી યુવા ખેલાડીઓને શોધવાનું કામ કરી રહ્યા છે. રાહુલ દ્રવિડને કારણે ઘણા બધા સારા ખેલાડીઓ ઈન્ડિયા એ અને અંડર 19 થી બહાર આવ્યા હતા, જેમાંથી ઘણા ખેલાડીઓ આઈપીએલમાં તોફાન મચાવી રહ્યા છે, જ્યારે ટીમ ઈન્ડિયા માટે પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને મુંબઈની હોટલમાં પહોંચતા પહેલા તેમનુ કોવિડ-19 ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ટીમને મુંબઇની હોટલમાં 15 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને તે દરમ્યાન તેમનુ રોજ ટેસ્ટ કરવામાં આવશે. કોલંબો પહોંચ્યા પછી પણ, ટીમ ત્રણ દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રહેશે. મુલાકાતી ટીમ 2 થી 4 જુલાઇ સુધી નાના જૂથોમાં ટ્રેનિંગ કરશે. શ્રીલંકા પ્રવાસ પરની તમામ મેચ કોલંબોનાં આર પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.

majboor str 16 શ્રીલંકા પ્રવાસ પર જઇ રહેલી ટીમ ઈન્ડિયાનાં કોચ રાહુલ દ્રવિડ, સત્તાવાર જાહેરાત