Not Set/ ટીમ ઈન્ડિયાની રહી સારી શરૂઆત, લંચ બ્રેક સુધી 2 વિકેટ લેવામાં સફળ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ બ્રિસ્બેનનાં ગાબા મેદાન પર રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો….

Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ બ્રિસ્બેનનાં ગાબા મેદાન પર રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રેણી હાલમાં 1-1 પર છે. સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, જ્યારે મેલબોર્નમાં ભારતે અને એડિલેડમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.

લંચ બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 65/2 છે. સ્ટીવ સ્મિથ 30 અને લબુશેન 19 રન બનાવીને ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો ડેવિડ વોર્નરનાં રૂપમાં લાગ્યો. મોહમ્મદ સિરાજનાં બોલ પર ડેવિડ વોર્નર રોહિતનાં હાથે કેચ આઉટ થયો. વોર્નર 1 રને આઉટ થયો હતો. ભારતની બીજી સફળતા 8.1 ઓવરમાં મળી. માર્કસ હેરીસે શાર્દુલ ઠાકુરની ઓવરમાં વોશિંગ્ટન સુંદરને કેચ આપ્યો હતો. હેરિસ 5 રન જ બનાવીને પેવિલિયન પહોંચ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો