Cricket/ ટીમ ઈન્ડિયાને 7 વર્ષ બાદ મળી શકે છે વિદેશી કોચ

પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને ભારતીય T20 ટીમના કોચિંગમાંથી રાહત મળી શકે છે. તેનું મોટું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાએ તાજેતરના સમયમાં મર્યાદિત ઓવર…

Top Stories Sports
Team India Foreign Coach

Team India Foreign Coach: BCCIએ શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લીધા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ઋષભ પંતને આરામ આપીને હાર્દિક પંડ્યાને કપ્તાની સોંપવામાં આવી છે. જ્યારે સૂર્યકુમારને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે કોચિંગને લઈને બહુ જલ્દી કોઈ મોટો નિર્ણય આવી શકે છે.

પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને ભારતીય T20 ટીમના કોચિંગમાંથી રાહત મળી શકે છે. તેનું મોટું કારણ એ છે કે ટીમ ઈન્ડિયાએ તાજેતરના સમયમાં મર્યાદિત ઓવર ODI અને T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું નથી. T20 ફોર્મેટમાં કોઈ વિદેશી દિગ્ગજ ખેલાડીને ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે. InsightSport દ્વારા સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે BCCIએ દ્રવિડની બદલીને લઈને પોતાનું મન બનાવી લીધું છે. હવે ટૂંક સમયમાં જ ક્રિકેટ એડવાઇઝરી કમિટી (CAC)ની મંજૂરી લીધા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં ટૂંક સમયમાં સ્પ્લિટ કોચિંગ ફોર્મ્યુલા લાગુ થઈ શકે છે. એટલે કે રાહુલ દ્રવિડ ટેસ્ટ અને વનડેમાં કોચ તરીકે ચાલુ રહી શકે છે. જ્યારે T20માં કોઈપણ વિદેશીને કોચ બનાવી શકાય છે. જો આમ થશે તો છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ભારતીય ટીમમાં વિદેશી કોચની નિમણૂક થશે. છેલ્લી વખત 2015ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કોચ વિદેશી હતા. આ કોચ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ દિગ્ગજ ડંકન ફ્લેચર હતા. BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે જો કોઈ વિદેશી કોચ મળે છે જે અમારા સિદ્ધાંતોને અનુસરી શકે છે, તો તેને ચોક્કસપણે આ તક આપવામાં આવશે.

વિદેશી કોચ અંગે સૂત્રોએ કહ્યું, ‘હા, કેમ નહીં. ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડને જ જુઓ. બ્રેન્ડન મેક્કુલમે ટેસ્ટ ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે. આપણી પાસે એક વિદેશી કોચ પણ હોઈ શકે જે આપણા સિદ્ધાંતો સાથે સુસંગત હોય, તો શા માટે નહીં? પરંતુ હવે રાહુલ દ્રવિડ અમારા કોચ છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2021માં જ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે એશિયા કપમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આ પછી T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટીમનો 10 વિકેટે પરાજય થયો હતો.

આ પણ વાંચો: flower show 2023/ફલાવર શોની મુલાકાત લેતા પહેલા આ માહિતી જાણવી તમારા માટે અનિવાર્ય છે,આ તારીખથી શરૂ થશે