Not Set/ ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ગળાનાં ભાગમાં દુખાવાનાંં કારણે મેદાનમાં નહી ઉતરે કેપ્ટન મિતાલી રાજ

તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ દ્વારા સંચાલિત ત્રણ મેચની સીરીઝ રમી રહી છે. ઈંગ્લેન્ડે પહેલી મેચ જીતી હતી, ત્યારબાદ હવે ભારતને આ મેચમાં સીરીઝ બચાવવાનો પડકાર છે. આજે બંને ટીમો વચ્ચે બીજી મેચ રમાઇ રહી છે.

Sports
1 ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ગળાનાં ભાગમાં દુખાવાનાંં કારણે મેદાનમાં નહી ઉતરે કેપ્ટન મિતાલી રાજ

તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ દ્વારા સંચાલિત ત્રણ મેચની સીરીઝ રમી રહી છે. ઈંગ્લેન્ડે પહેલી મેચ જીતી હતી, ત્યારબાદ હવે ભારતને આ મેચમાં સીરીઝ બચાવવાનો પડકાર છે. આજે બંને ટીમો વચ્ચે બીજી મેચ રમાઇ રહી છે. આ સાથે જ મેચ દરમ્યાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ગળાનાં દુખાવાના કારણે ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ મેદાન પર ઉતરી શકશે નહી.

1 1 ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ગળાનાં ભાગમાં દુખાવાનાંં કારણે મેદાનમાં નહી ઉતરે કેપ્ટન મિતાલી રાજ

ક્રિકેટ સમાચાર / અશ્વિન અને મિતાલી રાજને મળી શકે છે ખેલ રત્ન, BCCI એ કરી ભલામણ

બીસીસીઆઈ તરફથી માહિતી આપતા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભારતીય કેપ્ટન મિતાલી રાજને તેના ગળામાં દુખાવો છે અને તે તુરંત જ મેદાન પર નહીં આવી શકે. મિતાલીની ગેરહાજરીમાં ટીમની કેપ્ટશીપ ઉપ-કપ્તાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે. વળી રાધા યાદવને મિતાલી રાજની જગ્યાએ અવેજી ફીલ્ડર તરીકે રાખવામાં આવી છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. જ્યાં તે ત્રણ વન ડે મેચની સીરીઝમાં ભાગ લઈ રહી છે. ભારતે પ્રથમ મેચ યજમાનો સામે 8 વિકેટથી હારી હતી. બુધવારે અહીંની કૂપર એસોસિએટ કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી વનડેમાં ભારતીય મહિલા ટીમે 221 રન બનાવ્યા હતા. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ મિતાલી રાજનાં 92 બોલમાં 6 ચોક્કાની મદદથી 59 રનનાં દમ પર 50 ઓવરમાં 221 બનાવીને ઓલઆઉટ થઇ ગઇ.

1 2 ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ગળાનાં ભાગમાં દુખાવાનાંં કારણે મેદાનમાં નહી ઉતરે કેપ્ટન મિતાલી રાજ

ભાવુક દ્રશ્ય / ચાલુ મેચમાં સેરેના વિલિયમ્સ રડી પડી, હાજર દર્શકો થયા ભાવુક, જાણો પૂરી વિગત

ઈંગ્લેન્ડ તરફથી કેટી ક્રોસે પાંચ વિકેટ લીધી હતી જ્યારે સોફી એકલેસ્ટોને ત્રણ વિકેટ ઝડપી લીધી હતી અને નતાલી સ્કાઇવરે એક વિકેટ ઝડપી હતી. આપને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચમાં ભારતને આઠ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમનાં બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા, જેના કારણે ભારત મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયુ હતુ અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટી-20 વિશ્વ કપ / યુએઈ અને ઓમાનમાં યોજાશે ‘T-20 World Cup’, જાણો કઇ તારીખથી થશે શરૂ

આ બંને ટીમો નીચે મુજબ છે.

ભારત: મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધના, હરમનપ્રીત કૌર, પૂનમ રાઉત, પ્રિયા પુનિયા, દિપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા, ઇંન્દ્રાણી રોય, ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુણ ધતિ રેડ્ડી , પૂનમ યાદવ, એકતા બિષ્ટ અને રાધા યાદવ.

1 3 ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ગળાનાં ભાગમાં દુખાવાનાંં કારણે મેદાનમાં નહી ઉતરે કેપ્ટન મિતાલી રાજ

ઈંગ્લેંડ: હીથર નાઈટ (કેપ્ટન), ફરાન વિલ્સન, સોફિયા ડંકલી, કૈથરિન બ્રન્ટ, નતાલી સ્કાઇવર, મૈડી વિલીયર્સ, ટૈમી બ્યુમોન્ટ, એમી એલેન જોન્સ, લોરેન વિનફિલ્ડ, એમિલી એરલોટ, કૈટ ક્રોસ, ફ્રેયા ડેવિસ, સોફી એક્લેસ્ટોન, નતાશા ફરાન્ટ, સરાહ ગ્લેન અને અન્યા શ્રુબસોલે.

Footer 2 ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, ગળાનાં ભાગમાં દુખાવાનાંં કારણે મેદાનમાં નહી ઉતરે કેપ્ટન મિતાલી રાજ