IND VS WI/ ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી બાંધી લતા મંગેશકરને પાઠવી શ્રદ્ધાંજલિ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ભારતની 1000મી ODI મેચ છે.

Sports
1 2022 02 06T145234.263 ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી બાંધી લતા મંગેશકરને પાઠવી શ્રદ્ધાંજલિ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ભારતની 1000મી ODI મેચ છે. મેચની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમે સ્ટેડિયમમાં સ્વર કોકિલા તરીકે ઓળખાતા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો – અલવિદા લતાદીદી.. /  ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે લતા મંગેશકરના નિધન પર ટ્વીટ કરી કયું આવું…., CR પાટિલે વ્યક્ત કર્યો શોક

દેશનાં પ્રખ્યાત ગાયકનું રવિવારે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 92 વર્ષનાં હતા. અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચની શરૂઆત પહેલા ભારતીય ટીમનાં ખેલાડીઓએ લતા દીદીની યાદમાં એક મિનિટનું મૌન પાળીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન ભારતીય ટીમનાં ખેલાડીઓ પોતાના હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા હતા અને હવે તેઓ કાળી પટ્ટી પહેરીને મેચ રમી રહ્યા છે. ‘લતા દીદી’નાં નામથી પ્રખ્યાત લતા મંગેશકર ક્રિકેટનાં મોટા ચાહક હતા. ક્રિકેટ વિશે, તે ઘણીવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મેચ વિશે અથવા તેનાથી સંબંધિત સમાચાર પોસ્ટ કરતા હતા.

આ પણ વાંચો – U19 World Cup / ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરનાર રાજ બાવા બન્યો Player of the Match, બેબી ડી વિલિયર્સ બન્યો Player of the Tournament

બીસીસીઆઈએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું, “ભારતીય ક્રિકેટ ટીમે ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે કાળી પટ્ટી પહેરી છે. લતા મંગેશકરજીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા. સંગીતની રાણી લતા દીદી ક્રિકેટનાં ખૂબ જ શોખીન હતા, હંમેશા રમત અને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરતા હતા.